કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહેલું વિશ્વ હવે વાયરસના વિવિધ વેરિએન્ટથી પરેશાન છે. વિશ્વના અલગ-અલગ દેશોમાં કોરોનાના અનેક વેરિએન્ટ સામે આવી રહ્યા છે જે ચિંતાજનક છે. ત્યારે હવે વૈજ્ઞાનિકો એવી વેક્સિન બનાવવા કામ કરી રહ્યા છે જે તમામ પ્રકારના વેરિએન્ટ પર કારગર સાબિત થશે. આ સાથે જ ભવિષ્યમાં આવનારી આવી કોઈ પણ મહામારીને રોકવામાં પણ મદદ કરશે.

કોરોના વાયરસના અન્ય તમામ વેરિએન્ટ પર અસર કરે
વૈજ્ઞાનિકોએ એક એવી વેક્સિન તૈયાર કરી છે જે કોવિડ-19 ઉપરાંત કોરોના વાયરસના અન્ય તમામ વેરિએન્ટ પર અસર કરે છે. વૈજ્ઞાનિકોએ હાલ ઉંદર પર તેની ટ્રાયલ કરી છે. અમેરિકાની નોર્થ કૈરોલિના યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ અત્યારથી જ તેના પર સંશોધન શરૂ કરી દીધું છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, કયો વાયરસ આગામી મહામારી પેદા કરી દે તે કોઈ નથી જાણતું માટે અત્યારથી તમામ પ્રકારની તૈયારી રાખવી પડશે.

કોરોના ફેમિલીના તમામ વેરિએન્ટને આપશે માત
કોરોનાના કોઈ પણ વેરિએન્ટથી ભવિષ્યમાં સર્જાનારા મહામારીના જોખમને દૂર કરવા માટે વૈજ્ઞાનિકોએ એક વેક્સિન બનાવી છે જે કોરોના વાયરસના તમામ વર્તમાન વેરિએન્ટ ઉપરાંત અન્ય તમામ વેરિએન્ટ પર પણ અસર કરે છે, જે પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાવાની શક્યતા ધરાવે છે.

સ્ટડીમાં તેને સેકન્ડ જનરેશન વેક્સિન ગણાવી છે જે sarbecoviruses પર હુમલો કરે છે. Sarbecoviruses કોરોના વાયરસ ફેમિલીનો જ હિસ્સો છે. આ ફેમિલીના બે વેરિએન્ટે છેલ્લા 2 દશકામાં તબાહી મચાવેલી છે, પહેલા SARS અને પછી કોવિડ-19.જે વૈજ્ઞાનિકોની ટીમ આ મિશન પર કામ કરી રહી છે તેમણે mRNA પદ્ધતિ અપનાવેલી છે. ફાઈઝર અને મૉડર્નાએ વર્તમાન વેક્સિન ડેવલપ કરવા માટે પણ આ પદ્ધતિ જ અપનાવી હતી.
READ ALSO
- ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉનું નામ બદલાશે? ભાજપ સાંસદે પીએમ, અમિત શાહ અને સીએમ યોગીને લખ્યો પત્ર
- ચાઈનીઝ જાસૂસી બલૂને ભારતને પણ નિશાન બનાવ્યાનો દાવો, ધ વોશિંગ્ટન પોસ્ટનો ચોંકાવનારો અહેવાલ
- સુરતમાં કાપડ ઉદ્યોગમાં ઇન્કમટેક્સના દરોડા, કાપડ ઉદ્યોગમાં જાણીતા ઉમર જનરલને ત્યાં સતત બે દિવસથી સર્ચ ઓપરેશન
- જો બાઈડેન બગડ્યા/ અમે સંઘર્ષ નહીં ઈચ્છતા પરંતુ જો અમને છંછેડશો તો અમેરિકા છોડશે નહીં, ચીન સીધી રીતે સમજી જાય
- નાણાકીય વર્ષ 2022-23ની RBIની છેલ્લી ક્રેડિટ પોલિસીના નિર્ણયોમાં સામાન્ય જનતાને મળ્યો ઝાટકો