GSTV
Home » News » જાપાનમાં હેગિબિસ વાવાઝોડાએ તબાહી મચાવી, મોતના આંકમાં જબરજસ્ત વધારો

જાપાનમાં હેગિબિસ વાવાઝોડાએ તબાહી મચાવી, મોતના આંકમાં જબરજસ્ત વધારો

જાપાનમાં હેગિબિસ વાવાઝોડાએ તબાહી મચાવી છે. વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં  56ના મોત અને 175થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. ભારે પવન અને વરસાદથી જાપાનના અનેક શહેરોમાં પૂરની સ્થિતિ છે. જ્યારે 225 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. પૂર બાદ જાપાનમાં રાહત અને બચાવ કાર્ય માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે. આ સાથે નેવી પણ પૂરના પાણીમાં બચાવ કાર્ય કરી રહી છે. જાપાની એનેક નદીઓ ખતરાના નિશાન પરથી વહી રહી છે.

જાપાનના હાકોન શહેરમાં 24 કલાકમાં 37 ઈંચ વરસાદ પડ્યો.. જેથી હોકોનમાં જળબંબાકારની સ્થિતિ છે.  પૂર અને વાવાઝોડાના કારણે બુલેટ ટ્રેન અને વિમાન સેવાને અસર થઈ છે. જાપાનમાં 60 વર્ષ બાદ સૌથી ભયાનક વાવાઝોડુ આવ્યુ છે. 1958માં આવેલા તોફાનમાં 1 હજાર 200 લોકોના મોત થયા હતા. ભારે પવનના કારણે 1 હજાર 600 ફ્લાઈટને રદ્દ કરી દેવામાં આવી છે.  હેજિબીસના કારણે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

હેગિબીસ વાવાઝોડાના કારણે જાપાનમાં વાયુસેના દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામા આવ્યુ છે. જાપાનના દરિયા કિનારાના વિસ્તારમાં અનકે લોકોને વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યા છે. લોકો પોતાનો જીવ બચાવવા સલામત સ્થળે ખસી ગયા છે. જ્યારે પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે વાયુસેના બાદ નેવીની પણ મદદ લેવામાં આવી રહી છે.

વાવાઝોડા અને પૂરના કારણે જાપાનના અનેક શહેરમાં હાહાકાર છે. વાહનો પાણીમાં ગરકાવ થયા છે. તો કેટલાક શહેરમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાયા છે. વરસાદ અને પવનના કારણે અનેક શહેરોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. તો કેટલાક શહેરમાં મોબાઈલ અને ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામા આવી છે. જેમા સૌથી વધારે વિનાશ દરિયા કિનારના શહેરોમાં થઈ છે.

હેગિબીસના કારણે જાપાનમાં મોટુ નુકસાન થયુ છે. લોકોને પોતાના ઘરને છોડવા મજબૂર બનવુ પડ્યુ છે. જાપાનમાં તોફાન સાથે ધોધમાર વરસાદ પણ પડ્યો.. જેથી કેટલીક નદીમાં પૂર આવ્યુ.. આ પૂરના પાણી રહેણાંક વિસ્તારમાં પણ ફરી વળ્યા છે. અને પૂરના પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા લોકોની હાલાકીમાં પણ વધારો થયો છે. તોફાન બાદ જાપાન સરકારે સેનાની મદદ રાહત અને બચાવ કાર્ય માટે લીધી છે.

ભયાનક વાવાઝોડાના કારણે અનેક મકાનોને મોટુ નુકશાન થયુ છે. કેટલાક મકાન નદીના પ્રવાહમાં ધોવાયા છે. જ્યારે ભારે પવનના કારણે મકાન ધરાશાયી થયા હોવાની ઘટના પણ બની છે. એક અંદાજે જાપાન સરકારે 11 લાખથી વધારે લોકોને પૂર અને વાવાઝોડા પહેલા સલામત સ્થળે ખસેડ્યા છે. જ્યારે પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે નેવી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે.

ભારે વરસાદના કારણે બુલેટ ટ્રેનને પણ અસર થઈ છે. બુલેટ ટ્રેનના પાટા પર પૂરના પાણી ભરાયા જેથી ટ્રેનમાં બેથી ત્રણ ફૂટ સુધી પાણી ભરાયુ છે. જાપાનના વિવિધ રેલવે સ્ટેશન પર બુલેટ ટ્રેનને રોકી દેવામાં આવી છે જ્યારે કેટલાક વિસ્તારમાં બુલેટ ટ્રેનના પાટા પણ ધોવાયા છે. ત્યારે ટ્રેન વ્યવ્હારને ફરીવાર શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

સીએમ પદ માટે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખનાર શિવસેના ફસાઈ, કોંગ્રેસ અને એનસીપીની આ છે શરતો

Mayur

IIT મદ્રાસની ટોપર સાથે ટીચરે કંઈક એવું કર્યું કે ન સહન થતાં કરી લીધી આત્મહત્યા, મોદી સમક્ષ પહોંચ્યો મામલો

Mayur

મહારાષ્ટ્રના રાજકારણના ડખામાં શરદ પવાર છે માસ્ટરમાઈન્ડ : કોંગ્રેસ, શિવસેના જ નહીં ભાજપને પણ કૂણીએ ગોળ લગાવ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!