GSTV
Ahmedabad Trending ગુજરાત

સુપર સ્પ્રેડર્સ માટે હેલ્થકાર્ડનો નિયમ તો બન્યો પણ આયોજનના અભાવે ખાવા પડે છે ધરમના ધક્કા

અમદાવાદ કોર્પોરેશને સુપર સ્પ્રેડર્સને કારણે કોરોના સંક્રમણ અટકાવવા વિક્રેતાઓ માટે હેલ્થકાર્ડનો સારો નિયમ તો બનાવ્યો છે. પરંતુ તેની સામે સારા આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. યોગ્ય આયોજનના અભાવે કાર્ડ કઢાવવામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો કરી રહ્યા છે. લાંબી લાઇનમાં ઉભા રહેવા છતાં કાર્ડ બનતા નથી. ધક્કા ખાવા પડે છે. આ કાર્ડ એક અઠવાડિયા માટે ઈશ્યુ કરવામાં આવે છે. તેથી તેને રિન્યુ કરવા સમયે પણ આવી સ્થિતિ બને તો નવાઈ નહીં.

  • નિયમ તો બન્યો પણ આયોજનનો અભાવ
  • સુપર સ્પ્રેડર્સ માટે હેલ્થકાર્ડ
  • પણ ખાવા પડે છે ધરમધક્કા

આ લાઈન કોઈ કરિયાણાની દુકાન પાસેની નથી.. પણ અમદાવાદ કોર્પોરેશનની કચેરી પાસેની છે. શાકભાજીની દુકાનો, લારીઓવાળા અને કરિયાણાના ઘણા વિક્રેતાઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ કોર્પોરેશને આવા સુપર સ્પ્રેડર્સ માટે હેલ્થકાર્ડ આપવાનું આયોજન કર્યું. આ કાર્ડ હોવાનો મતલબ એ છે કે તેના આરોગ્યને ખતરો નથી. જેથી આ કાર્ડ હોય તેમની પાસેથી જ લોકો ખરીદી કરે.. પરંતુ હેલ્થ કાર્ડ ઇશ્યુ કરવામાં યોગ્ય આયોજનના અભાવે વિક્રેતાઓની લાંબી લાઈન લાગે છે. વહેલી સવારથી લોકો ખાધા પીધા વિના લાઈનમાં ઊભા રહે છે. છતાં ઘણાં લોકોના નંબર આવતા નથી. બે-ત્રણ વાર ધક્કા ખાધા બાદ કાર્ડ મળે છે.

સુપર સ્પ્રેડર્સ માટે હેલ્થકાર્ડ

  • કોર્પોરેશનનું માનીએ તો શહેરમાં અંદાજે ૪૦,૦૦૦ની આસપાસ સુપર સ્પ્રેડર્સ
  • ૧૪મી મે સુધીમાં ૩૩,૦૦૦થી પણ વધુ લોકોને હેલ્થ કાર્ડ ઈશ્યુ કરી દેવાયા

કોર્પોરેશનનું માનીએ તો શહેરમાં અંદાજે 40 હજારની આસપાસ સુપર સ્પ્રેડર્સ છે. જેમાંથી 14મી મે સુધીમાં 33 હજાર કરતાં પણ વધુ લોકોને હેલ્થ કાર્ડ ઈશ્યુ કરી દેવાયા. ઝોન પ્રમાણે નજર કરીએ તો મધ્યઝોનમાં 4668, ઉત્તરપશ્ચિમ ઝોનમાં 2343, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 4326, ઉત્તર ઝોનમાં 4466, દક્ષિણ ઝોનમાં 4973, પૂર્વ ઝોનમાં 4875 અને પશ્ચિમ ઝોનમાં 7877 હેલ્થકાર્ડ ઈશ્યુ કરાયા છે.

ઝોન ઈશ્યુ કરાયેલા હેલ્થકાર્ડની સંખ્યા
મધ્યઝોન ૪,૬૬૮
ઉત્તર-પશ્ચિમ ૨,૩૪૩
દક્ષિણ-પશ્ચિમ ૪,૩૨૬
ઉત્તર ૪,૪૬૬
દક્ષિણ ૪,૯૭૩
પૂર્વ ૪,૮૭૫
પશ્ચિમ ૭,૮૭૭

કાર્ડ આપવા માટે દરેક વોર્ડમાં એક જ જગ્યાએ સેન્ટર ઉભુ કરાયું હોવાથી લાંબી લાઈન લાગે છે.. અધિકારીઓ એસી કેબીનમાં બેસીને જેટલા સારા નિર્ણય લે છે તેને સારી રીતે અમલવારી કરવા સારું આયોજન કરે તો લોકોને હાલાકીનો સામનો કરવો પડે નહીં. જો વ્યવસ્થા નહીં સુધરે તો ધક્કાખાઈને માંડ હેલ્થકાર્ડ મેળવે છે તેમને પાછા સાત દિવસ બાદ ફરીથી હાલાકી વેઠવી જ પડશે. કેમકે આ હેલ્થકાર્ડ અઠવાડિયા બાદ રિન્યુ કરવવા જવુ પડશે.

READ ALSO

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા

Nelson Parmar

મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી

Hardik Hingu
GSTV