GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

કડકડતી ઠંડીમાં શરીરને હૂંફ આપશે આ 10 વસ્તુઓ, શિયાળામાં અચૂક કરો સેવન

શિયાળામાં કડકડતી ઠંડીથી બચવા માટે શરીર અંદરથી ગરમ રહે તે જરૂરી છે. શરીર જો ગરમ રહે તો શિયાળામાં વારંવાર બીમારી પણ આવતી નથી. તો ચાલો જાણીએ કે શિયાળામાં કઈ કઈ એવી વસ્તુઓ છે જે ખાવી જ જોઈએ અને જેનાથી શરીરને ગરમી મળે છે.

1. શિયાળામાં સૌથી ઉત્તમ ખોરાક છે કઠોળ. કઠોળમાં પ્રોટીન અને ફાયબર ભરપૂર હોય છે. તેમાં રહેલા પોષકતત્વ એટલે કે કેલ્શિયમ, લોહ, પોટેશિયમ, ઝિંક વગેરે શરીરને ઊર્જા પૂરી પાડે છે. 

2. ઠંડીના દિવસોમાં રસવાળા ફળ પણ ખાવા જોઈએ. શિયાળામાં સંતરા, લીંબૂ, દ્રાક્ષ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ફળ વિટામીન સીથી ભરપૂર હોય છે જે શરીરને મજબૂત બનાવે છે. 

3. દાળનો સમાવેશ નિયમિત રીતે ભોજનમાં કરવો જોઈએ. શરીર માટે જરૂરી દરેક પોષક તત્વ દાળમાં હોય છે.

4. શિયાળામાં નિયમિત રીતે ઈંડા ખાવા જોઈએ. તેમાં વિટામીન એ, બી 12, ઈ હોય છે. તેમાં કેલ્શિયમ, આયરન, પોટેશિયમ, ફેટી એસિડ પણ હોય છે.

5. લીલા શાકભાજી પૂરતા પ્રમાણમા ખાવા જોઈએ. શિયાળામાં પાલક જેવી ભાજી પણ નિયમિત ખાવાનો આગ્રહ રાખવો.

6. મશરુમમાં વિટામીન ડી હોય છે. તેથી શિયાળામાં મશરુમ નિયમિત રીતે ખાવા જોઈએ.

7. શિયાળામાં ડ્રાયફ્રૂટ ખાવાની સલાહ ડોક્ટર પણ આપે છે. તેમાં વિટામીન ઈ, બી કોમ્લેક્સ, ઓમેગા 3એસ જેવા પોષક તત્વ હોય છે જે શરીર માટે ખૂબ જરૂરી છે. 

8. બટેટા શિયાળામાં શરીરમાં ગરમી વધારે છે. તેમાં વિટામીન બી6, ફોલેટ અને ફાયબર હોય છે.

9. શક્કરટેટી પણ શિયાળામાં ખાવી જોઈએ.

10. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, ફાઈબરથી ભરપૂર રતાળુ પણ શિયાળામાં ખાવાથી લાભ થાય છે.

Read Also

Related posts

કોરોનાકાળઃ દેશમાં સંક્રમિતોની સંખ્યા 6.28 લાખને પાર, 3.80 લાખ દર્દી થયા સ્વસ્થ

Mansi Patel

વિકાસ દૂબેની માતાનું નિવેદન: પોલીસ જો પકડી પાડે તો, જાનથી મારી નાખજો

Pravin Makwana

સહેલાણીઓ માટે ખુલી ગયું છે Goa, પ્લાનિંગ કરતાં પહેલાં જાણી લો આ નિયમ નહીંતર મજા બની જશે સજા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!