GSTV

સુપર 30 જોઈ ઈમોશનલ થયા ફેન્સ, રિતિકની એક્ટિંગ માટે કહી વાત

Last Updated on July 12, 2019 by

રિતિક રોશન ફિલ્મ સુપર 30 ઘણા વિવાદો પછી છેલ્લે રિલીઝ થઈ છે. તેને લઈને ફેન્સની વચ્ચે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે શબ્દોથી બહાર આવી રહ્યો છે. ફિલ્મની રિલીઝ પછી ફેન્સે તેની જોઈ અને પોતાના રિએક્શન પણ આપ્યા હતા.

super 30 censor

જ્યાં રિતિકે તેના ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે મુંબઈમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખી હતી. ત્યારે દર્શકોને આ ફિલ્મ આજે જોવા મળશે. ટ્વીટર પર સુપર 30 માટે ટ્વીટ્સ ઊભરાઈ રહી છે. ફેન્સ રિતિક રોશનની પરર્ફોમન્સ અને ફિલ્મમાં ઈમોશનલ સીન્સના વખાણ કરતા થાકતા નથી.

લગભગ 2.5 વર્ષ પછી રિતિક રોશને મોટા પડદા પર પાછો ફર્યો અને ફેન્સને તે આપ્યું જેની તે રાહ જોઈ રહ્યા હતા. વર્ષ 2017માં આવેલી કાબિલ પછી રિતિક રોશનની 2.5 વર્ષ પછી પહેલી ફિલ્મ છે. ટ્વીટર પર ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. ફેન્સને ફિલ્મ સુપર 30ની સ્ટોરી પસંદ આવી રહી છે.

કેટલાક ટ્વીટર યુઝર્સે બતાવ્યું કે આ ફિલ્મને જોતા ઈમોશનલ થઈ ગયા હતા અને આંખોમાંથી નીકળતા આંસુ રોકી ન શક્યા. ત્યારે કેટલાકે રિતિકની એક્ટિંગ અને પરફોમન્સના વખાણ કર્યા હતા. એટલું જ નહીં ફિલ્મમાં કામ કરી રહેલા સ્ટુડેન્ટ્સ, જે બાળકો છે તેમને પણ પસંદ કરવામાં આવી રહ્યા છે.

આ ફિલ્મ આનંદ કુમારની જિંદગી પર આધારિત છે. આ ફિલ્મમાં રિતિક રોશન આનંદ કુમારનો રોલ કરી રહ્યો છે. આ ઉપરાંત મૃણાલ ઠાકુર, પંકજ ત્રિપાઠી અને અમિત સાધ મુખ્ય ભૂમિકામાં છે.

Read Also

Related posts

Jammu & Kashmir / યુએનએ કાશ્મીરીને મુક્ત કરવાની કરી માંગ, ભારતે લગાવી ફટકાર

Vishvesh Dave

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!