GSTV
Home » News » સનસ્ટ્રોક બની શકે છે ગરમીમાં મોટી મુશ્કેલી, આ રીતે કરો પીડિત વ્યક્તિની મદદ

સનસ્ટ્રોક બની શકે છે ગરમીમાં મોટી મુશ્કેલી, આ રીતે કરો પીડિત વ્યક્તિની મદદ

ગરમીની શરૂઆત થઈ ચુકી છે અને લોકો અત્યારથી જ ગરમીથી બેહાલ છે. એક વર્ષથી બંધ થઈ ગયેલા એસી કુલરની સફાઈ કરવામાં આવી રહી છે. ગરમીના કારણે આપણા શરીરમાં પાણીની કમી થઈ જતી હોય છે માટે ગરમીમાં બને તેટલું પ્રવાહી જેવું કે લીંબુ શરબત, જ્યુસ કે શરબત વધુ પ્રમાણમાં લેવો જોઈએ.  

આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ સન સ્ટ્રોકની જે ગરમીઓમાં સૌથી વધુ પ્રેબ્લેમ આપે છે. સનસ્ટ્રોકના કારણે ગરમીમાં ઘણા લોકો ચક્કર ખાઈને પડી જાય છે અને તેમની આંખ સીધી હોસ્પિટલમાં કે ઘરે જ ખુલે છે. જો આવું કંઈ થાય તો તેના બચાવમાં શું કરવું જોઈએ તે આવો જાણી લઈએ.

સનસ્ટ્રોક થવા પર તરત મેડિકલ હેલ્પ લેવી ખૂબ જરૂરી છે. તે સમયે જેટલું જલ્દી થઈ શકે એમ્બુલન્સ બોલાવો.

જ્યારે તમારી આસ- પાસ કોઈ વ્યક્તિને સનસ્ટ્રોક થાય તો તેને સૌથી પહેલા છાંયડા વાળી જગ્યા પર લઈ જાવ.

સનસ્ટ્રોક થાય તો વ્યક્તિ ખૂબ જલ્દી બેભાન થઈ જાય છે. તેને બેભાન થવાથી બચાવવા માટે વ્યક્તિને સુવડાવીને તેને રિલેક્સ કરવાનો પ્રયત્ન કરો.

કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તો તેને ડોક્ટર પાસે તરત લઈ જવું જોઈએ ડોક્ટરની સલાહ વગર કોઈ દવા ન આપવી જોઈએ.

સનસ્ટ્રોક થાય તો પેનિક અટેક આવવા લાગે છે અને તે સમયે તે વ્યક્તિને ઉંડા શ્વાસ લેવાનું કહો જેથી કરીને તે પોતાને શાંત કરી શકે.

Read Also

Related posts

દિગ્ગજ નેતાનું EVM મુદ્દે મહત્વનું નિવેદન કહ્યું, ‘હાર માટે EVM જવાબદાર નહીં’

Mayur

આ 10 કારણોના કારણે કોંગ્રેસનો થયો પરાજય, આ કારણે સતત હારી રહ્યા છે રાહુલ ગાંધી

NIsha Patel

ભારતના ઇતિહાસમાં સતત બીજી વખત બિનકોંગ્રેસી સરકાર બનશે, નરેન્દ્ર મોદીએ રચ્યો ઈતિહાસ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!