GSTV

IPL 2020/ મનીષ પાંડેની ધમાકેદાર ઈનિંગ્સે હૈદરાબાદને પહોંચાડ્યું નં. 5 પર, RRને 8 વિકેટે હરાવ્યું

આઈપીએલની 13મી સીઝનમાં 40મી મેચમાં ગુરૂવારે રાતે સનરાઈઝર્સ હૈદરાબાદે ધમાકેદાર જીત મેળવી છે. દુબઈમાં તેણે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે હરાવ્યુ છે. હૈદરાબાદે 18.1 ઓવરમાં 156/2 રન બનાવીને જીતનો લક્ષ્યાંક 155 રન મેળવી લીધો હતો.

સનરાઈઝર્સની જીતનો હીરો મનીશ પાંડે રહ્યો હતો. જેણે નોટઆઉટ 83 રન જેમાં 8 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી બનાવ્યા હતા. જેના માટે તેણે 47 બોલનો ઉપયોગ કર્યો હતો. તેનો સાથ નિભાવવા માટે વિજય શંકર હતો,, જેણે નોટઆઉટ 52 રન બનાવ્યા હતા. હૈદરાબાદે સતત ત્રણ હાર પછી આ ચૌથી મેચમાં જીત મેળવી છે.

રાજસ્થાને 155 રનનો ટાર્ગેટ આપ્યો

રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દુબઈ ખાતે 20 ઓવરમાં 6 વિકેટે 154 રન કર્યા હતા. તેના માટે સંજુ સેમસને સૌથી વધારે 36 રન કર્યા હતા. જ્યારે બેન સ્ટોક્સે 30, રિયાન પરાગે 20 અને સ્ટીવ સ્મિથે 19 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે હૈદરાબાદ માટે જેસન હોલ્ડરે 3 વિકેટ ઝડપી લીધી હતી.

રાજસ્થાનની પ્લેઈંગ 11:

સ્ટીવ સ્મિથ (કેપ્ટન), જોસ બટલર(વિકેટકીપર), બેન સ્ટોક્સ, સંજુ સેમસન, રોબિન ઉથપ્પા, રાહુલ તેવટીયા, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, જોફરા આર્ચર, કાર્તિક ત્યાગી અને અંકિત રાજપૂત

હૈદરાબાદની પ્લેઈંગ 11:

ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો (વિકેટકીપર), મનીષ પાંડે, વિજય શંકર, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ અને ટી નટરાજન.

READ ALSO

Related posts

અમિત શાહનો સંદેશ/ ખેડૂતોનો આક્રોશ જોઈ મોદી સરકાર નમતુ જોખવા તૈયાર, વાતચીત કરવા માટે થયાં રાજી

Pravin Makwana

હૈદરાબાદને ભાગ્યનગર બનાવવા માટે હું સ્વંય ભગવાન શ્રીરામની ધરતી પરથી અહીં આવ્યો છું !

Pravin Makwana

રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો : છેલ્લા 24 કલાકમાં 1598 કેસ સાથે 15 લોકોના મોત, 89 લોકો વેન્ટીલેટર પર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!