GSTV
Home » News » IPL 2019: જીતનું ખાતુ ખોલવા મેદાનમાં ઉતરશે હૈદરાબાદ-રાજસ્થાન, આ રીતે જુઓ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ

IPL 2019: જીતનું ખાતુ ખોલવા મેદાનમાં ઉતરશે હૈદરાબાદ-રાજસ્થાન, આ રીતે જુઓ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ

rajasthan and hyderabad

બોલ ટેમ્પરિંગ વિવાદને પગલે ગત આઈપીએલ ગુમાવનારા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને વાઈસ કેપ્ટન – સ્મિથ અને વોર્નર – આવતીકાલે રમાનારી આઈપીએલ-૧૨ની રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચેની લીગ મેચમાં સામ-સામે ટકરાશે. રાજસ્થાન રોયલ્સને પ્રથમ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચમાં ‘માંકડેડ’ વિવાદ બાદ હારનો સામનો કરવો પડયો હતો. જોકે, હવે તેઓ જીતની રાહ પર આગળ વધવાનો પ્રયાસ કરશે.

હૈદરાબાદની ટીમને કોલકાતા સામેના મુકાબલામાં આક્રમક બેટીંગ છતાં પરાજયનો સામનો કરવો પડયો હતો. જોકે ભુવનેશ્વરની કેપ્ટન્સી હેઠળની સનરાઇઝર્સ ટીમને ઘરઆંગણાના મુકાબલાથી આઈપીએલ-૧૨માં જીતનું ખાતું ખોલાવવાની આશા છે. આવતીકાલે રાત્રે ૮ઃ૦૦ વાગ્યાથી આ મુકાબલાનો પ્રારંભ થશે.

કેટલા લાગે રમાશે મેચ

આજે રાત્રે ૮૦૦ વાગ્યાથી હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચેના મુકાબલાનો પ્રારંભ થશે.

અહીં જુઓ લાઇવ મેચ

રાજસ્થાન-હૈદરાબાદ વચ્ચેનો મુકાબલો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ્સ પર જોઇ શકાશે.

રહાણે અને ભુવનેશ્વર ફોર્મ બતાવવા માટે ઉત્સુક 

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રહાણે અને હૈદરાબાદના કેપ્ટન ભુવનેશ્વરને આઈપીએલ-૧૨માં પ્રથમ જીતની તલાશ છે. રહાણેની આગામી વર્લ્ડકપની આશાઓ આઈપીએલના પર્ફોમન્સ પર ટકેલી છે, જેના કારણે તેના માટે પ્રત્યેક મેચનો દેખાવ અત્યંત મહત્વનો બની ગયો છે. જ્યારે ટીમ ઈન્ડિયામાં સ્થાન નિશ્ચિત કરી ચૂકેલા ભુવનેશ્વરને પણ વર્લ્ડકપ પહેલા આગવી લય મેળવવાની આશા છે.

સ્મિથ-બટલર અને સ્ટોક્સનો સામનો વોર્નર-બેરસ્ટો સામે થશે

એશિઝની બે કટ્ટર હરિફ ટીમોના ખેલાડીઓ આવતીકાલની મેચમાં સામ-સામે રમવાના છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્મિથની સાથે બટલર અને સ્ટોક્સ જેવા ખેલાડીઓ છે.  જ્યારે વોર્નરની સાથે બેરસ્ટો છે.

હૈદરાબાદની ટીમમાં ગપ્ટિલ, મનીષ પાંડે, શાકીલ, રાશિદ જેવા સ્ટાર્સ છે જ્યારે યુસુફ પઠાણ, ભુવનેશ્વર તેમજ ખલીલ અને સારા જેવા ખેલાડીઓ પણ મેચનું ‘પાસુ’ પલ્ટી નાંખવાની ક્ષમતા ધરાવે છે.

રાજસ્થાન રોયલ્સ ટીમમાં કેપ્ટન રહાણેની સાથે સાથે ટર્નર, લિવિંગ્સ્ટોન, સંજુ સેમસન, જયદેવ ઉનડકટ, જોફ્રા એર્ચેર, ઈશ સોઢીની સાથે આરોન અને ધવલ કુલકર્ણી જેવા ધરખમ ખેલાડીઓ છે. જે રાજસ્થાનને મુશ્કેલીમાંથી ઉગારવાની તાકાત ધરાવે છે.

આજે સ્મિથ-વોર્નર પરના એક વર્ષના પ્રતિબંધનો અંત આવશે

બોલ ટેમ્પરિંગ બદલ ઓસ્ટ્રેલિયાના તે સમયના કેપ્ટન સ્મિથ અને વાઈસ કેપ્ટન વોર્નર પર મૂકવામાં આવેલા એક-એક વર્ષના પ્રતિબંધનો આવતીકાલે શુક્રવારે અંત આવી જશે. આ સાથે ઓસ્ટ્રેલિયાના બંને દિગ્ગજ ખેલાડીઓ ફરી વખત આંતરરાષ્ટ્રિય ક્રિકેટ રમવા  માટે લાયક બની જશે.

ગત વર્ષ માર્ચમાં સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે વોર્નરના કહેવાથી યુવા ઓપનર બેનક્રાફ્ટે બોલ પર કાચ-કાગળ ઘસીને બોલની સાથે ચેડાં કર્યા હતા. જે ઘટના ટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે આ પછી વોર્નર અને સ્મિથ એક-એક વર્ષનો અને બેનક્રાફટે પર નવ મહિનાનો પ્રતિબંધ મૂક્યો હતો. જોકે ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનો દેખાવ કથળ્યો હતો. હવે વર્લ્ડકપ નજીક છે ત્યારે બંને દિગ્ગજોને ટીમમાં પાછા આવકારવા  માટે ઓસ્ટ્રેલિયન બોર્ડ તૈયાર છે.

Read Also

Related posts

ગુજરાતના આ ગામમાં એવુ તે શું થયું કે ઘરોમાં લાગવા મંડ્યા ટપોટપ તાળા

Nilesh Jethva

સૈફની લાડલીએ ‘લવ આજ કલ’ના આ ગીત પર લગાવ્યા ઠુમકા, દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે વીડિયો

Ankita Trada

હદથી વધારે સ્માર્ટફોનનો વપરાશ મેન્ટલ હેલ્થ પર અવળી અસર કરે છે, જાણો કેવી રીતે…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!