ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેમનો કેપ્ટન કેન વિલિયમસન હવે આ સિઝનમાં ટીમ માટે નહીં રમે. હૈદરાબાદની ટીમે મંગળવારે રમાયેલી મેચમાં રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 3 રને હરાવ્યું હતું.

સનરાઈઝર્સ ટીમ છઠ્ઠી જીત સાથે પ્લેઓફની રેસમાં યથાવત છે. હવે આ ટીમની માત્ર એક જ મેચ બાકી છે જે 22 મેના રોજ પંજાબ કિંગ્સ (PBKS) સામે રમાવાની છે. પ્લેઓફ માટે હૈદરાબાદની ટીમને છેલ્લી મેચ મોટા અંતરથી જીતવી પડશે. ઉપરાંત દિલ્હી કેપિટલ્સ (DC) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની હાર માટે પ્રાર્થના કરવી પડશે.
સનરાઈઝર્સ ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા આપી માહિતી
હકીકતમાં ન્યુઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસનની પત્ની સારા રહીમ બીજા બાળકને જન્મ આપવાની છે. આ જ કારણ છે કે, વિલિયમસન ડિલિવરી સમયે પત્ની સાથે રહેવા માંગે છે. તેથી તે ટીમ માટે છેલ્લી મેચ નહીં રમે. સનરાઈઝર્સ ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે.
𝑶𝑭𝑭𝑰𝑪𝑰𝑨𝑳 𝑼𝑷𝑫𝑨𝑻𝑬:
— SunRisers Hyderabad (@SunRisers) May 18, 2022
Our skipper Kane Williamson is flying back to New Zealand, to usher in the latest addition to his family. 🧡
Here’s everyone at the #Riser camp wishing Kane Williamson and his wife a safe delivery and a lot of happiness!#OrangeArmy #ReadyToRise pic.twitter.com/3CFbvN60r4
હૈદરાબાદ મેનેજમેન્ટે ટ્વિટ કર્યું હતું કે, અમારો કેપ્ટન કેન વિલિયમસન પોતાના દેશમાં પરત ફરશે. ફ્રેન્ચાઈઝી કેમ્પના તમામ સભ્યો વિલિયમસન અને તેની પત્નીને સુરક્ષિત ડિલિવરી માટે શુભેચ્છા પાઠવે છે. તેના ઘરે ઘણી બધી ખુશીઓ આવે.
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે આ સિઝનમાં અત્યાર સુધી 13 મેચ રમી છે જેમાંથી 6માં જીત મેળવી છે. હાલમાં આ ટીમ 12 પોઈન્ટ સાથે 8માં નંબર પર છે. જો કે આ ટીમ પ્લેઓફની રેસમાં યથાવત છે પરંતુ આશા નહિવત્ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- પોલંમપોલ/ ગુજરાતના મોટા નેતાઓને દિલ્હીથી આવેલા નેતાને ચિકન સેન્ડવિચ સમયસર મળી કે નહીં એની હોય છે ચિંતા, હાઈકમાન્ડને નથી ગુજરાતમાં રસ
- World AIDS Vaccine Day: જો તમે HIV સંક્રમણથી સુરક્ષિત રહેવા માંગો છો, તો આ 5 બાબતો ચોક્કસથી યાદ રાખો
- ભારતને ટેન્શન/ ચીન બનાવી રહ્યું છે ખતરનાક પ્લાન, સરહદ સુધી લાવશે મોટા હથિયારો
- ભારતમાં નકારાત્મક શક્તિઓ પર લગામ લગાવવાની જરૂરઃ નોબેલ વિજેતા અભિજીત બેનરજી
- હાર્દિક પટેલ 2015 – 2022 : આ રાજનીતિ છે ભાઈ, બિન ચિડિયા કા બસેરા હૈ… ન તેરા હૈ ન મેરા હૈ !!