GSTV

પોર્નસ્ટાર સની લોસ એન્જલસમાં 34 કરોડનો ભવ્ય બંગલો વેચશે, મુંબઈમાં ખરીદ્યો 16 કરોડનો ફ્લેટ

Last Updated on June 16, 2021 by Pritesh Mehta

એક સમયે પોર્ન ફિલ્મોમાં કામ કરનારી સની લિયોની આજે બોલીવૂડની જાણીતી અભિનેત્રી બની ગઇ છે. સનીએ બિગ બજેટ ફિલ્મોમાં પોતાના ડાન્સના જલવા દેખાડયા છે. તેમજ ઘણા શોમાં પણ કામ કરી રહી છે. સનીએ થોડા જ દિવસો પહેલા મુંબઇમાં રૂપિયા ૧૬ કરોડનું ઘર ખરીદ્યું છે જેમાં તે જલદી જ શિફ્ટ થવાની છે. આ દરમિયાન હવે માહિતી છે કે સની લોસ એન્જલસનો પોતાનો બંગલો વેંચી રહી છે.

સની

સની લિયોનીનો આ બંગલો છેલ્લા ઘણા મહિનાઓથી ભાડા પર આપવામાં આવ્યો છે. સનીના પતિએ પોતાના એક ઓળખીતાને જ આ બંગલો ભાડા પર આપ્યો છે. આ બંગલાની કિંમત હાલ રૂપિયા ૩૪ કરોડ આંકવામાં આવી રહી છે.

સનીએ પોતાના ૩૬મા જન્મદિવસે આ ઘર ખરીદ્યું હતું. સનીનો આ વિલા શરમન ઓક્સમાં સ્થિત છે અને એક નાનકડા પહાડ પર આવેલો છે. ચારેબાજુ જંગલોની વચ્ચે તેમનો રાજમહેલ જેવો વિલા આવેલો છે.

શર્મન ઓક્સ બેવર્લી હિલ્સ ફક્ત સનીના બંગલાની ૩૦ મિનીટના અંતરે જ છે. સનીના આ વિલામાં છ બેડરૂમ, પાંચ બાથરૂમ, એક સ્વિમિંગ પુલ, હોમ થિયેટર, એક ગાર્ડન અને એક આઉટડોર  ડાઇનિંગ એરિયા છે. તેનો આ બંગલો ૫૭૦૫ સ્કે.ફૂટમાં વેંચાયેલો છે. તેના ઘરના આગળના ભાગમાં એક મોટી લોન છે જ્યાં તેણે એક ગાર્ડન બનાવ્યું છે અને વિવિધ છોડવાઓ લગાડયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ગાંધીનગર સિવિલમાં શરુ થશે મધર મિલ્ક બેંક, નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકશે!

pratik shah

નસીબ ચમક્યું / ફ્લાઇટ કેન્સલ થયા બાદ ટાઇમપાસ માટે મહિલાએ ખરીદી લોટરીની ટિકિટ, બની ગઈ કરોડપતિ

Vishvesh Dave

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!