સોશિયલ મિડીયા પર સની લિયોની ઘણી એક્ટિવ જોવા મળે છે અને હંમેશાં તેના ફેન્સને માટે કંઈકને કંઈક શેર કરતી રહે છે. પરંતુ હવે સનીએ એવો વીડિયો શેર કર્યો જેને જોઈને તેના ફેન્સ પહેલા તો ગભરાઈ ગયા.

પણ થોડી વાર પછી તેમની હસી નહોતા રોકી શકતા. સની લિયોનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તે રાતના સમયે શૂટ કરતી જોવા મળી.

જેમાં એક વ્યક્તિ તેના પર બંદૂક તાને છે અને પછી ગોળી ચલાવે છે. ગોળી વાગ્યા બાદ સની ત્યાં જ પડી જાય છે અને વીડિયો પૂરો થઈ જાય છે. તેની થોડી વાર પછી સની લિયોની એક બીજો વીડિયો શેર કર્યો જેમાં વીડિયોનો આગળનો ભાગ છે.
બીજા વીડિયોમાં સની હસતી હસતી ઊભી થાય છે અને ખુલાસો કર્યો. વીડિયોમાં લોકો કહે છે કે સની કમાલની એક્ટ્રેસ છે, તેણે બધાને ડરાવી દિધા હતા. સનીએ બંને વીડિયો પર એક કેપ્શન લખ્યું છે. જેમાં પહેલા વીડિયોના કેપ્શનમાં ગ્રાફિક વોર્નિગ-1 અને બીજાના કેપ્શનમાં ગ્રાફિક વોર્નિગ-2. સનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર બધા જોઈ રહ્યા છે. અને વાયરલ થવાનો પણ શરૂ થઈ ગયો છે.
Read Also
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત