GSTV

શો દરમિયાન સનીએ કર્યો ખુલાસો, કેમ કર્યો હતો નિર્ણય porn star બનવાનો

Last Updated on June 27, 2019 by Alap Ramani

અરબાઝ ખાન તેના શો પિંચને લઈ આજકાલ ચર્ચામાં રહ્યા કરે છે. તાજેતરમાં જ તેના શોની મુલાકાત સની લીયોનીએ લીધી અને તેના સાથે ખબરોમાં છવાયેલી છે. પિંચમાં સનીએ તેના પાછલા પ્રોફેશનને લઈ વાત કરી, સાથે સોશિયલ મીડિયાને પણ જવાબ આપ્યો હતો.

જેવી રીતે તમે જાણો છો આ શો પર સેલેબ્સ સોશિયલ મીડિયા કમેન્ટ્સ વાંચે છે અને જવાબ આપે છે. આ દરમિયાન એક કમેન્ટમાં આવ્યું, સનીને ખબર પડી હતી કે પોર્ન પર પ્રતિબંધ લાગવાનો છે. તેથી સમજદારી બતાવતા તેને કરિયર બદલી નાખ્યું. તેના જવાબમાં સનીએ કહ્યું, સાચું કહ્યું, હું દૂરદર્શી છું.

ટ્રોલર્સને જવાબ આપ્યો અને આગળ સનીએ તે અડલ્ટ સ્ટાર અને જિંદગીની વાત કરી. તેની પાછલી જિંદગી અને આગળની વાત કરતાં તે બોલી હંમેશાં તેણે એવા નિર્ણયો લીધા છે જે તે સમયે બેસ્ટ હોય. તો તમે વિચારી શકો કે પોર્ન સ્ટાર બનવાનો નિર્ણય પણ તેણે વિચારીને જ લીધો હશે, અને આ ઈન્ડસ્ટ્રીમાંથી બહાર નીકળવાનો નિર્ણય પણ તેણે સમજીને લીધો છે. સની હંમેશાં આગળના કરિયર અને નિર્ણયોને લઈ કોન્ફિડેન્ટ રહી છે.

આ કારણે જ તે યોગ્ય સમય પર પોતાના માટે નિર્ણય લેવા હિંમત અને આજે બોલિવૂડમાં ટોપ સેલેબ્સમાં એક છે. સનીના નવા પ્રોજેક્ટની વાત કરીએ તો તે કોકા કોલા નામથી હોરર કોમેડી શૂટિંગમાં વ્યસ્ત છે. તે ફિલ્મમાં પૂર્વાંચલી ભાષા બોલતી જોવા મળશે. આ પ્રોજેક્ટને લઈ ઘણી એક્સાઈટેડ છે.

Read Also

Related posts

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari

આલિયા કેટરીના અને દીપિકા પહેલા પોતાના ‘મિત્રની પત્ની’ને ડેટ કરતો હતો રણબીર કપૂર

Pritesh Mehta

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા બેંગ્લોરની જેલમાં પરત મોકલાયો, સુરક્ષા હેઠળ રવાના

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!