બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની એક એવી એક્ટ્રેસ છે જેના કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. એક સમય હતો જ્યારે તે ટોપની પોર્ન સ્ટાર હતી. પછી ત્યારે તે બોલિવૂડમાં ડગ માંડી રહી હતી ત્યારે તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

પરંતુ તેણે મહેનત ચાલુ રાખી અને અંતે તેણે દર્શકોના દિલ જીતી લીધા. તેના જીવનની આખી વાત એક વેબસીરિઝના માધ્યમથી બધાના સામે આવી હતી. આ વેબસીરિઝ કરવી પણ તેના માટે સરળ નહોતું. પરંતુ તેણે નિર્ણય લીધો કેમ કે બાયોપિકની સ્ક્રીપ્ટમાં ખાલી સનીના અડલ્ટ કરિયરની વાતની જાણકારી નહોતી.

સની કહે છે કે, તમે કોઈની ધારણા ન બદલી શકો. આ વેબસીરિઝને લઈ હું નહોતી વિચારતી કે તેના પછી મારા પ્રતિ લોકોનો નજરિયો બદલાઈ જશે. આ આઈડિયા મને એટલા માટે ગમ્યો કારણ કે તેની સ્ક્રિપ્ટમાં ઊંડાણ હતું. તેમાં ખાલી મારા અડલ્ટ કરિયરની વાત નહોતી.

સનીએ જણાવ્યું કે વેબ સીરિઝના શૂટિંગ સમયે ઈમોશનલ લેવલ પર ઘણી મુશ્કેલીઓ પડી હતી. એવું એટલા માટે થયું હતું કારણ કે તે પોતાની કડવી યાદોને ફરી જીવી રહી હતી. સનીએ કહ્યું કે, તે દિલ તોડે તેવી પળો હતી, જ્યારે તે પોતાની જિંદગીની તે પળો અલગ-અલગ લોકો સાથે નીભાવી રહી હતી.

ત્યારે મેં મમ્મી-પપ્પાના ફોટા નથી જોયા. કેમ કે તેમના ફોટા જોઈને હું મિસ કરવા લાગુ છું. પરંતુ સેટ પર બધા ફોટા ઓરિજિનલ હતા. બહુ જ મુશ્કેલ હોય છે જ્યારે તમે એ વાતો બીજી વાર સાંભળો છો, જે ક્યારેક તમારા પેરેન્ટ્સે કહી હોય. પરંતુ તે ચાહતી હતી કે વેબસીરિઝમાં હકીકત બતાવવામાં આવે.