GSTV
Home » News » સની લિયોનીએ કર્યો તેની જિંદગીનો સૌથી મોટો ખુલાસો, તેણે પહેલી વાર PORN FILM જોઈ ત્યારે…

સની લિયોનીએ કર્યો તેની જિંદગીનો સૌથી મોટો ખુલાસો, તેણે પહેલી વાર PORN FILM જોઈ ત્યારે…

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીએ તેના કરિયરની શરૂઆત પોર્ન સ્ટારથી કરી હતી. આ કરિયરમાં તેને ખૂબ શોહરત મળી હતી. અને તે ટોપની અડલ્ટ સ્ટાર બની ગઈ. પરંતુ કેટલાક લોકો એ જાણતા નથી કે તેણે પહેલી વાર બ્લૂ ફિલ્મ જોઈ ત્યારે તેનું રિએક્શન શું હતું.

કરનજીત:ધ અનટોલ્ડ સ્ટોરીમાં તેની આ વાતનો ખુલાસો કર્યો છે. વેબ સીરિઝ મુજબ સનીએ પહેલી વાર બ્લૂ ફિલ્મ તેના ભાઈ અને એક દોસ્ત સાથે ભૂલથી જોઈ લીધી હતી. આ જોયા બાદ તેને અફસોસનો અનુભવ થયો હતો. તે અફસોસને ભૂલવા માટે તેણે જે કર્યું તે બતાવે છે કે બાળકનું મન કેટલું માસૂમ હોય છે.

તે ફિલ્મ જોયા બાદ અફસોસ વ્યક્ત કરવા લાગી અને ગુરુનાનકના ફોટા સામે ઊભી હાથ જોડી તેની એ ભૂલ માટે માફી માગવા લાગી. સનીની જિંદગી અને તેની સાથે આ રીતે થયેલા એક્સપીરિયન્સ બધાથી છુપાયેલા છે. પરંતુ વેબ સીરીઝે તેની જિંદગી સાથે જોડાયેલી વાતો સામે લાવી છે.

તેમાં એક સત્ય પણ સામે આવ્યું છે કે સનીનો ભાઈ તેના પોસ્ટર્સ પર સનીની સાઈન કરાવીને કોલેજમાં વેચતો હતો. સનીના ભાઈ સંદિપે જણાવ્યું કે તે પોતાના રૂમમાં સનીના પોસ્ટર લગાવતો હતો. તે પોસ્ટરમાં તેની સાઈન કરેલી હતી. આ પ્રકારનું એક્સક્લુઝિવ પોસ્ટર જોઈને બધા મને આ પોસ્ટર ખરીદવાની જિદ કરતા હતા. એક પોસ્ટર નિકળ્યા બાદ બીજુ પોસ્ટર ચિપકાવી દેતો હતો.

સંદિપ પોતાનું આ કામ બતાવવા ખુદ હસતો હતો. સનીની તેના ભાઈ સાથે બોન્ડિંગ બહુ જ ખાસ છે. તેણે પોતાનું નામ પણ તેના ભાઈ પાસેથી ચોર્યું છે. જોકે એડલ્ટ ફિલ્મોમાં આવતી વખતે તેને એક નવા નામની જરૂર હતી. તે સમયે તેના ભાઈ સંદિપનું નિક નેમ તેના મગજમાં આવ્યું. આ રીતે તેણે પોતાનું નામ સની રાખ્યું.

Read Also

Related posts

હવેે ATMના ધરમ ધક્કા ખાવાની જરૂર નથી, ઘરે બેઠા જ આ રીતે ખબર પડી જશે ATMમાં કૅશ છે કે નહી

Bansari

400 વર્ષ જૂના આ કિલ્લાનો ભવ્ય છે ઈતિહાસ, કિલ્લો ફતેહ કરવા 47 દિવસ અકબરે કર્યું હતું યુદ્ધ

Nilesh Jethva

દરરોજ એક બોક્સ સિગરેટ પીતો હતો આ શખ્સ, ફેફસા જોઈને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!