GSTV
Home » News » સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

રાગિની ફરી એકવાર સૌકોઇને ડરાવવા માટે તૈયાર છે. ઘણાં લાંબા સમય બાદ મેકર્સે વેબસીરીઝ રાગિની એમએમએસ રિટર્ન 2નું ટ્રેલર લૉન્ચ કરી દીધું છે. રાગિની એમએમએસ રિટર્ન 2ના ટ્રેલરમાં સસ્પેન્સ, એક્શન, થ્રિલ, બોલ્ડનેસ અને હૉરરનો તડકો છે. રાગિની એમએમએસ રિટર્ન 2નું ટ્રેલર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

ક્યારે લૉન્ચ થશે વેબ સીરીઝ

વેબ સીરીઝ 18 ડિસેમ્બરે ઓલ્ટ બાલાજી અને ZEE5 પર રિલીઝ થશે. સની લિયોની, દિવ્યા અગ્રવાલ અને વરુણ સૂદની રાગિની એમએમએસ રિટર્ન 2નું ટ્રેલર ધમાકેદાર અને બોલ્ડ છે.

જણાવી દઇએ કે વેબસીરીઝમાં સની લિયોની એક ગીત પર ડાન્સ પણ કરતી નજરે આવી રહી છે. ગીત રીલીઝ કરવામાં આવી ચુક્યુ છે અને તે લોકોને પસંદ પણ આવી રહ્યું છે.

ટ્રેલરમાં રાગિની શ્રોફની દુનિયાની ઝલક દર્શાવવામાં આવી છે. આ કિરદારને દિવ્યા અગ્રવાલ નિભાવી રહી છે. તે વેબસીરીઝમાં ઘણાં દમદાર કિરદારમાં છે. કોઇપણ તેની સામે પડવા નથી માગતુ. રાગિની પોતાની ફ્રેન્ડ વર્ષા માટે એક બેચલર પાર્ટીનું આયોજન કરે છે.

તે ગર્લ ગેંગ સાથે બેચલર પાર્ટી માટે એક ટ્રિપ પર જાય છે. જ્યાં બૉયઝની એક ગેંગ પહેલાંથી જ હાજર હોય છે. તેઓ એક હોટલમાં રોકાય છે. હોટલથી જ આખી સ્ટોરીની શરૂઆત થાય છે. વરુણ સૂદ વેબસીરીઝમાં હોટલના માલિકના કિરદારમાં છે. અહીથી જ વેબસીરીઝમાં ટ્વિસ્ટ શરૂ થાય છે.

જણાવી દઇએ કે આ વેબ સીરીઝમાં વરુણ સૂદ અને દિવ્યા અગ્રવાલ ઉપરાંત આરતી ખેત્રપાલ, ઋષિકા નાગ, આધ્યા ગુપ્તા, વિક્રમ સિંહ રાઠોડ પણ મહત્વની ભૂમિકામાં છે.

Read Also

Related posts

આ છે દુનિયાના સૌથી ધનવાન પરિવાર, જેમાં એક ભારતીય પરિવારનો પણ સમાવેશ

Pravin Makwana

આધાર કાર્ડ બનાવવુ બન્યુ સરળ, હવે ઘર બેઠા જ આ રીતે બુક કરો તમારી એપોઈન્ટમેન્ટ

Ankita Trada

NPCIએ ઘરેલુ ટ્રાન્જેક્શન પર આ ટેક્સને કર્યો ખતમ, આ ડિજિટલ પેમેન્ટ કંપીનઓની આવક પર થશે અસર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!