બોલિવુડમાં હાલ બાયોપિકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ કડીમાં જ પીઢ અભિનેત્રી મીના કુમારીની બાયોપિક પણ જોડાવા જઇ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તુમ્હારી સુલ્લુની સફળતા બાદ લેખક અએને ડિરેક્ટર કરણ રાજદાને મીના કુમારીની બાયોપિકમાટે સની લિયોનીનો સંપર્ક સાધ્યો હતો અને સનીને આ સ્ક્રીપ્ટ પણ ગમી છે.
કરણે અગાઉ આ ફિલ્મ માટે વિદ્યા બાલનનો સંપર્ક સાધ્યો હતો પરંતુ વિદ્યાને સ્ક્રિપ્ટ ન સમજાઇ. ત્યારબાદ તેમણે માધુરીનો સંપર્ક સાધ્યો હતો પરંતુ માધુરી આ ફિલ્મ માટે તૈયારી થઇ ન હતી. ત્યારબાદ તેમણે સનીનો સંપર્ક કર્યો હતો અને સનીએ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે.
જોકેએ વાતની પુષ્ટિ થઇ શકી નથી કે આ ફિલ્મ માટે સનીને ફાઇનલ કરવામાં આવી છે. જો આ ફિલ્મમાં સનીને કાસ્ટ કરવામાં આવે તો આ ભૂમિકા તેના માટે બિલકુલ અલગ થઇ જશે કારણકે અત્યાર સુધી સની ગ્લેમરસ અવતારમાં જ જોવા મળી છે.