અભિનેત્રી સની લિયોન સાથે ઓનલાઇન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર ગયા દિવસોમાં ઘણા યુઆરસ ઇન્ડિયાબુલ્સ ફિંટેક પ્લેટફોર્મ ધાની સ્ટોક્સ લિમિટેડ પર લોન ફ્રોડની ફરિયાદ કરી રહ્યા છે. એમાં હવે એક્ટ્રેસ સની લિયોનનું નામ પણ જોડાઈ ગયું છે. સની લિયોને દાવો કર્યો કે કોઈએ એના પાનનો ઉપયોગ કરી 2,000 રૂપિયાની લોન લીધી. એમણે એની ઓળખ અને ડોક્યુમેન્ટ્સ પણ ચોરી કર્યા છે.
સની લિયોને ટ્વિટ કરીને માહિતી આપી હતી

બોલિવૂડ અભિનેત્રીએ ટ્વિટર પર આ માહિતી આપી હતી. સની લિયોને ટ્વિટર પર લખ્યું છે કે કોઈએ તેની જાણ વગર તેના પાન નંબર પર 2,000 રૂપિયાની લોન લીધી છે. સની લિયોને કહ્યું કે જે લોકોએ મારી સાથે છેતરપિંડી કરી છે તેઓએ મારો CIBIL સ્કોર (sic) બગાડ્યો છે. જોકે, બાદમાં સનીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આ ટ્વિટ ડિલીટ કરી દીધું હતું.
આ મામલો સતત ચર્ચામાં આવી રહ્યો છે
સની લિયોનીના ટ્વીટ બાદ આ મામલો સતત જોર પકડી રહ્યો છે. કૌભાંડનો ભોગ બનેલા ઘણા લોકોને હવે એજન્ટોના ફોન આવી રહ્યા છે. સાથે જ કેટલાક લોકોના નામ પર કારણ બતાવો નોટિસ પણ જારી કરવામાં આવી છે. આ મામલામાં એક પત્રકાર આદિત્ય કાલરાએ 13 ફેબ્રુઆરીએ ટ્વિટર પર જણાવ્યું કે ધાની એપે તેમના નામે લોન આપી છે, જેના માટે તેમણે અરજી કરી નથી. આદિત્ય કાલરાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે આ લોન ઈન્ડિયાબુલ્સની ઈન્સ્ટન્ટ લોન એપ ધાની પાસેથી તેમના પાન નંબરનો ઉપયોગ કરીને લેવામાં આવી છે.
ઘણા લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી
આદિત્ય કાલરા સિવાય પણ એવા ઘણા લોકો છે, જેમની સાથે છેતરપિંડી થઈ છે. કાલરાએ સ્કેમર્સ દ્વારા છેતરપિંડી કરાયેલા ઘણા લોકોની ટ્વીટ્સ શેર કરી. છેતરપિંડીના અનેક મામલા પ્રકાશમાં આવ્યા બાદ ધાની એપે એક સત્તાવાર નિવેદન પણ આપ્યું છે, જેમાં જણાવ્યું છે કે તેમને લોનની છેતરપિંડીને લગતી ઘણી ફરિયાદો મળી છે, જ્યાં અન્ય વ્યક્તિના પાન કાર્ડ પર નાની લોન લેવામાં આવી છે અને પીડિતોને પણ જાણ છે.
Read Also
- અમેરિકા/ FBIની સિનસિનાટી સ્થિત ઓફિસમાં બંદૂકધારી ઘૂસ્યો, પોલીસ સામે ફાયરિંગ કરતા કરાયો ઠાર
- કરજણ / નર્મદા નદીમાં પાણી છોડાતા નારેશ્વરનો અડધો ઘાટ પાણીમાં ગરકાવ, માછલાં પકડવા ગયેલા બે માછીમારો લાપતા
- શરમજનક/ સાબરમતી નદીમાં જળકુંભી પથરાઈ! કોંગ્રેસના નેતાએ કહ્યું- તંત્રની બેદરકારીનું પરિણામ
- ગેસથી ચાલતા પાવર પ્લાન્ટ બંધ કરવાની માંગ, ગ્રાહકો ૨૦૦૦ કરોડના ખર્ચબોજાથી મુક્ત થશે
- સ્થિતિમાં કોઈ સુધારો નહીં/ ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે દેશમાં 27 કરોડ લોકો હજુ પણ ગરીબી રેખા નીચે