GSTV
Home » News » સની લિયોનીએ પોતાના ભાઇ સાથે જોઇ હતી પહેલી એડલ્ટ ફિલ્મ, પછી કર્યુ હતું આ કામ!

સની લિયોનીએ પોતાના ભાઇ સાથે જોઇ હતી પહેલી એડલ્ટ ફિલ્મ, પછી કર્યુ હતું આ કામ!

સની લિયોનીની બાયોપિક પર બનેલી વેબ સીરીઝ જી-5 પર શરૂ થઇ ચુકી છે જેમાં તેના જીવન સાથે સંકળાયેલા અનેક પાસાઓ પરથી પડદો ઉઠાવવામાં આવ્યો છે. તેમાં દર્શકોને જણાવવામાં આવશે કે સની લિયોન બનતા પહેલા કરનજીત કૌરના જીવનમાં કેવા કેવા સંઘર્ષો આવ્યાં.

વેબ સીરીઝ અનુસાર સની લિયોનના જીવન સાથે સંકળાયેલું એક ચોંકાવનારુ રહસ્ય સામે આવ્યું છે. સનીએ પહેલી એડલ્ટ મૂવી તેના ભાઇ અને મિત્ર સાથે ભૂલથી જોઇ હતી જે બાદ તેને ઘણો અફસોસ થયો હતો.

bra-history

આ એડલ્ટ ફિલ્મ જોયા બાદ તેને ઘણો પસ્તાવો થયો હતો. તે બાદ તેણે પોતાનાથી થયેલી આ ભૂલની માફી ગુરુનાનકની તસવીર સામે હાથ જોડીને માંગી હતી.

જણાવી દઇએ કે વેબ સીરીઝ તરીકે રીલીઝ થયેલી સનીની બાયોપિકમાં તેના બાળપણથી લઇને સ્ટાર બનાવ સુધીની કહાની અને સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે.

sunny leone struggle

સની લિયોનીનું જીવન ખુલ્લા પુસ્તક સમાન છે. પછી તે બાળપણમાં સ્કૂલમાં જે તકલીફોનો સામનો કર્યો તે હોય કે પછી એડલ્ટ ફિલ્મોમાં એન્ટ્રીની કહાની હોય. સૌકોઇ જાણે છે કે સનીએ પોતાની મરજીથી એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.

સનીની એન્ટ્રી તો હિટ રહી અને તેણે સૌકોઇને પાછળ છોડીને ટૉપની પોઝીશન હાંસેલ કરી હતી. તે બાદ સની પર જાણે કે પૈસાનો વરસાદ થઇ રહ્યો હતો. સાથે જ તેનો ભાઇ પણ પોતાની પોકેટ મનીનો ખર્ચ બહેન સની દ્વારા જ કાઢતો હતો.

આ વાતનો ખુલાસો સંદીપ વહોરાએ ફિલ્મ ‘મોસ્ટલી સની’માં કર્યો. સંદીપે જણાવ્યું કે તેણે સનીના ઑટોગ્રાફથી સારી એવી કમાણી કરી. પોતાની આ તરકીબ વિશે સંદીપે જણાવ્યું કે તે હોસ્ટેલમાં પોતાના રૂમમાં સનીનું સાઇન કરેલુ પોસ્ટર લગાવતો હતો. તે બાદ જે પણ રૂમમાં તે પોસ્ટર જોતું, તે પોસ્ટરના બદલે પૈસા ઑફર કરતું. સંદીપે પણ પોતાની દોસ્તી માટે પોસ્ટર આપી દેતો અને બીજા દિવસે રૂમમાં નવું પોસ્ટર લગાવી લેતો.

જણાવી દઇએ કે સની અને તેના ભાઇ સંદીપની બોન્ડિંગ એકદમ ખાસ છે. ત્યાં સુધી કે સનીએ એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે પોતાનું નામ પણ ભાઇનાં નામનો ઉપયોગ કર્યો હતો. હકીકતમાં સનીના ભાઇનું હુલામણુ નામ સની છે. તેણે આ જ નામનો ઉપયોગ કરીને એડલ્ટ ફિલ્મોમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી.

જણાવી દઇએ કે સની લિયોન પહેલી એડલ્ટ ફિલ્મ સ્ટાર છે જેને મેનસ્ટ્રીમ બોલિવૂડ સિનેમામાં એન્ટ્રી કરી અને સફળ પણ થઇ. બિગ બોસ-5 દરમિયાન મહેશ ભટ્ટે તેને ‘જિસ્મ-2’ ઓફર કરી હતી. તે બાદ સનીએ ક્યારેય પાછળ વળીને જોયુ ન હતું.

Read Also

Related posts

ગુજરાતમાં પેટાચૂંટણી : 6 બેઠકો માટે 49 મૂરતિયાઓ, 26મીએ નામ થશે લગભગ ફાયનલ

Mayur

અમેરિકન સેનેટરની પત્નીની મોદીએ માગી માફી, કહ્યું તમને આ જોઈને ઇર્ષ્યા થતી હશે કે…

Karan

ગુજરાત પરથી ખતરો ટળ્યો પણ નવરાત્રિ બગાડશે વરસાદ, આવી આ નવી આગાહી

Karan
Do NOT follow this link or you will be banned from the site!