GSTV

ટૉપલેસ થઇ સની લિયોની સહિત આ 2 હૉટ એક્ટ્રેસ, સોશિયલ મીડિયા પર સનસની મચાવી રહ્યાં છે આ Photos

સની

Last Updated on February 19, 2020 by Bansari

બોલીવુડ સ્ટાર્સ પોતાના ફેન્સને સરપ્રાઇઝ આપવાની કોઇ તક જતી નથી કરતા. સાથે જ તાજેતરમાં જ ત્રણ એક્ટ્રેસીસે પોતાના નવા ફોટોશૂટથી તહેલકો મચાવી દીધો છે. જેમાં પોતાની બોલ્ડનેસથી પોતાની આગવી ઓળખ ઉભી કરનારી એક્ટ્રેસ સની લિયોની પણ સામેલ છે. આ ત્રણેય એક્ટ્રેસે ટૉપલેસ થઇને ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

આ ફોટોશૂટ ડબ્બૂ રત્નાનીના 2020 કેલેન્ડર માટે છે. જેવું કે જાહેર છે આ કેલેન્ડર માટે કોઇને કોઇ એક્ટ્રેસ પોતાની બોલ્ડનેસથી ફેન્સને ચોંકાવી દે છે. તેવું જ આ વખતે પણ બન્યું છે. 2020ના કેલેન્ડરમાં આ વખતે ત્રણ-ત્રણ એક્ટ્રેસે ટૉપલેસ થઇને ધડાકો જ કરી દીધો.

આપણે જે એક્ટ્રેસીસની વાત કરી રહ્યાં છીએ, તેમાં સની લિયોની સાથે ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણીનું નામ સામેલ છે. જ્યાં એક તરફ સનીને કોસ્ચ્યુમ તરીકે ફક્ત એક બુક મળી છે તો ભૂમિએ બાથટબમાં ટૉપલેસ થઇને પોઝ આપ્યાં છે. આ ઉપરાંત કિયારાએ એક વૃક્ષના પાનને જ પોતાનુ કોસ્ચ્યુમ બનાવી લીધું છે.

જો કે આ ત્રણેય હસીનાઓના આ બોલ્ડ લુક માટે ખૂબ જ વખાણ થઇ રહ્યાં છે. જણાવી દઇએ કે આ પહેલીવાર છે કે કિયારા અને ભૂમિ ટૉપલેસ થઇને ફોટોશૂટ કરાવતી નજરે આવી છે. કદાચ આ જ કારણ છે કે આ તસવીરોએ સોશિયલ મીડિયા પર આવતા જ તહેલકો મચાવી દીધો છે.

આ ઉપરાંત અનન્યા પાંડે, કૃતિ સેનન, વિદ્યા બાલન, જેક્લીન ફર્નાન્ડીઝ, પરિણીત ચોપરા અને અનુષ્કા શર્મા જેવી એક્ટ્રેસીસે પણ ડબ્બૂ રત્નાનીના 2020 કેલેન્ડરમાં સ્થાન મેળવ્યું છે. આ કેલેન્ડર અને આ વર્ષનું ફોટોશૂટ એટલા માટે ખાસ છે કારણ કે ડબ્બૂ રત્નાનીએ ઇન્ડસ્ટ્રીમાં સિલ્વ જૂબલી પૂરી કરી છે એટલે કે આ વખતે ડબ્બૂને ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂર્ણ થયા છે. ફોટોશૂટમાં નજરે આવેલા તમામ સ્ટાર્સે ડબ્બૂને શુભેચ્છા પાઠવી છે.

આ વખતનું કેલેન્ડર એક્ટ્રેસીસની બોલ્ડનેસ સાથે સાથે મેલ એક્ટર્સના કારણે પણ ખૂબ ચર્ચામાં છે. આ કેલેન્ડર માટે જૉહ અબ્રાહમે પણ ખૂબજ બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે. ડબ્બૂ રતનાની માટે જૉન શર્ટલેસ નજરે આવ્યો. તેણે પોતાના દોસ્તાના અંદાજમાં પોઝ આપ્યા. આ ઉપરાંત વિક્કી કૌશલ, અભિષેક બચ્ચન, ટાઇગર શ્રોફ, સૈફ અલી ખાન, કાર્તિક આર્યન, અક્ષય કુમાર, વરુણ ધવન અને ઋતિક રોશન પણ અલગ અવતારમાં નજરે આવશે.

Read Also

Related posts

વાયરલ વીડિયો / સ્ત્રી પર આવ્યું મોર્ડર્ન ભૂત! તાંત્રિકને જે પણ કહ્યું તે સાંભળીને તમે પણ થઇ જશો લોટપોટ

Vishvesh Dave

C-295 ડીલ આત્મનિર્ભર ભારત અભિયાનને આપશે પ્રોત્સાહન, આ ભારતીય કંપની કરશે દેશમાં જ 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ

Pritesh Mehta

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!