GSTV

સની લિયોનીએ ફિલ્મના હીરોને આપ્યો પોતાનો ફોન નંબર, ધંધે લાગી ગયો આ યુવક

સની

Last Updated on July 30, 2019 by

ફિલ્મ સ્ટાર સની લિયોની અને અભિનેતા દિલજીત દોસાંઝની ફિલ્મ અર્જુન પટિયાલાની રિલીઝ થવાની સાથે દિલ્હીના મૌર્યા લોકમાં રહેનાર એક યુવક ખુબ જ પરેશાન છે. હવે તમે વિચારતા હશો કે ફિલ્મ રિલીઝ થઈ તો યુવક કેમ પરેશાન થયો. સની લિયોની અભિનેતા વરૂણ શર્માને કોઈ ફિલ્મ સીનમાં પોતાનો મોબાઇલ નંબર આપતા જોવા મળે છે. ખરેખર આ નંબર દિલ્હીના યુવકનો નીકળ્યો. મૂવી રિલીઝ થયા પછી લોકોએ તેની નોંધ સની લિયોનીના નંબર તરીકે લીધી અને તેને કોલ અને તેની સાથે વાત કરવા માટે મેસેજ મોકલવાનું શરૂ કર્યું.

फिल्म में सनी लियोनी ने हीरो को दिया नंबर, तो इस युवक को क्यों आने लगे कॉल

સની લિયોનના નામથી દિવસ રાત આવી રહેલા ફોનથી પુનીત અગ્રવાલ નામનો યુવક એટલો પરેશાન થયો કે તેણે પોલીસને ફરિયાદ કરી દીધી. પોલીસને તેણે જણાવ્યું કે ત્રણ દીલસમાં તેની પાસે દેશ વિદેશથી 400 લોકોથી વધુના કોલ આવી ચુક્યાં છે અને લોકો સની લિયોની સાથે વાત કરવાની માંગ કરે છે અને લોકો અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરી રહ્યાં છે.

फिल्म में सनी लियोनी ने हीरो को दिया नंबर, तो इस युवक को क्यों आने लगे कॉल

પુનીતે જણાવ્યું કે તેનો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કોઈ લેવા દેવા નથી અને તે ફિલ્મના કોઈ અભિનેતા કે અભિનેત્રીને ઓળખતો નથી. ફિલ્મમાં તેની પરમિશન વગર તેનો નંબર યુઝ કરવામાં આવ્યો છે. હવે તે હેરાન થઈ ગયો છે.

फिल्म में सनी लियोनी ने हीरो को दिया नंबर, तो इस युवक को क्यों आने लगे कॉल

આ ઘટનાને લઈને યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કહ્યું કે આ નંબરનો ઉપયોગ જ્યારથી કરવામાં આવ્યો છે ત્યારથી તેને બે મીનીટની શાંતી મળી નથી. પુનીતે લોકોના આવા ફોન કોલ રેકોર્ડ કરી લીધા છે જેથી સબુત તરીકે તેનો ઉપયોગ કરી શકે. પોલીસે હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી જેના કારણે હજી સુધી તેના પર કોલ આવી રહ્યાં છે.

READ ALSO

Related posts

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari

અમદાવાદ જીલ્લા પંચાયત અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય, સભ્યો દ્વારા જ અંદરો અંદર વિવાદનો સુર થયો ઉભો

pratik shah

Technology Alert / Mobile યુઝર્સને સરકારે આપી ચેતવણી! એન્ડ્રોઇડ હોય કે આઇફોન… હેકર્સથી બચવા માટે તાત્કાલિક કરો આ કામ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!