આ વખતની લોકસભા ચૂંટણીમાં કેટલીય સેલિબ્રિટીએ કેટલાયે ઝંપલાવી પોતાનું નશીબ અજમાવ્યું હતું જેમાં કેટલાક પોતાની રાજકીય મેદાનની પરીક્ષામાં સફળ થયા હતા અને સંસદ સુધી પહોંચવામાં સફળ બન્યા હતા તો કેટલાક રાજકીય મેદાનમાં સફળ થઇ શકયા ન હતા. તો આવો જાણીએ રાજકારણના મેદાનમાં ઉતરેલા સેલિબ્રિટીના કેવા રહયા છે હાલ.
હેમા માલિનીઃ હેમા માલિનીએ ઉત્તરપ્રદેશની મથુરા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને તેમાં તેનો વિજય થયો હતો.હેમાની સામે આરએલડીના ઉમેદવાર કુંવર નરેન્દૃસિંહ અને કોંગ્રેસના મહેશ પાઠક મેદાનમાં હતા. હેમા બીજી વખત લોકસભાની ચૂંટણી જીતી સંસદ ભવન પહોંચશે.
રવિ કિશનઃ ભોજપુરી કલાકાર રવિ કિશન ઉત્તરપ્રદેશની ગોરખપુર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડતા હતા. પહેલી જ વખત ચૂંટણી મેદાનમાં તેણે જીત મેળવી છે.રવિ કિશને સમાજવાદી પક્ષના રામ ભૂઆલ નિષાદને હરાવ્યા છે.રવિ કિશનનો ૩૦૧૬૬૪ મતોની સરસાઇથી વિજય થયો છે.
ગૌતમ ગંભીરઃભારતીય કિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હીની બેઠક પર ભાજપની ટિકિટ પર પહેલી વખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. તેમણે કોંગ્રેસના અરવિંદરસિંહ લવલીને હરાવ્યા હતા. ગૌતમ ગંભીરે ૩૯૧રરર મતોની સરસાઇથી તેમના હરીફને હરાવ્યા હતા.
બાબુલ સુપ્રિયોઃ પ.બંગાળની આસનસોલ બેઠક પરથી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડનારા બાબુલ સુપ્રિયોએ તૃણમુલ કોંગ્રેસના મુનમુન સેનને ૧૯૭૬૩૭ મતોની સરસાઇથી હરાવ્યા હતા.
સન્ની દેઓલઃબોલીવૂડના અભિનેતા સન્ની દેઓલ પ્રથમ વખત ભાજપની ટિકિટ પર પંજાબના ગુરદાસપુરની બેઠક લડયા હતા અને વિજય મેળવ્યો હતો.સન્નીએ કોંગ્રેસના ઉમેદવાર સુનિલ જાખડને ૮ર૪પ૯ મતોની સરસાઇથી હરાવીને પોતાનો દિલ્હી જવાનો માર્ગ મોકળો કરી લીધો હતો.
મનોજ તિવારીઃ અભિનેતા અને ગાયક બનેલા મનોજ તિવારીએ આ વખતે ઉત્તર દિલ્હીની બેઠક પરથી ભાજપની ટિકિટ પર પોતાનું રાજકીય ભાવિ અજમાવ્યું હતું અને તેમાં વિજય મેળવ્યો હતો.મનોજ તિવારી માટે આ જીત સહેલી રહી હતી.તિવારીએ આ બેઠક પર દિલ્હીના માજી મુખ્યમંત્રી કોંગ્રેસના ઉમેદવાર શીલા દિક્ષિતને ૩૬૬૧૦ર મતોની સરસાઇથી હરાવ્યા હતા.
દિનેશલાલ યાદવઃ ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ યાદવે ભાજપની ટિકિટ પર ઉત્તરપ્રદેશના આઝમગઢની બેઠક પરથી ઝંપલાવ્યું હતું અને આ બેઠક પર તેનાથી સમાજવાદી પક્ષના ઉમેદવાર અને યુપીના માજી મુખ્યમંત્રી અખિલેશ યાદવ રપ૬પ૮૧ મતોથી આગળ રહયા હતા.
ઉર્મિલા માતોંડકરઃ ઉત્તર મુંબઇની બેઠક પર કોંગ્રેસની ટિકિટથી રાજકીય લડાઇમાં ઝંપલાવ્યું હતું જેમાં ભાજપના ઉમેદવાર ગોપાલ શેટીથી ૪૬૪પ૯૯મતોથી પાછળ રહી ગયા હતા.
શત્રુધ્ન સિંહાઃ દિગ્ગ્જ અભિનેતા શત્રુધ્નસિંહા પહેલી વખત ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા અને પક્ષે તેમને પટનાસાહિબ બેઠક પરથી ચૂંટણીમાં ઉતાર્યા હતા. આ બેઠક પર તેમની ટકકર ભાજપના રવિશંકર પ્રસાદ સામે લડાઇ થઇ હતી જેમાં તેમની ર૮૪૬પ૭ મતોથી હાર થઇ હતી.
પૂનમસિંહાઃ શત્રુધ્ન સિંહાના પત્ની અને અભિનેત્રી પૂનમ સિંહા લખનૌ બેઠક પરથી ચૂંટણી લડતા હતા. સમાજવાદી પક્ષની ટિકિટ પર લડતા પૂનમસિંહાનો મુકાબલો ભાજપના ઉમેદવાર કેન્દૃીય મંત્રી રાજનાથસિંહ સામે હતો જેમાં રાજનાથે પૂનમસિંહાને ૩૪૭૩૦ર મતોની સરસાઇથી હરાવી દીધા હતા.
પ્રકાશ રાજઃ બેગ્લુરૂ સેન્ટલ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડનારા અભિનેતા પ્રકાશ રાજ હારી ગયા છે. આ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રિઝવાન અરશદે તેમને ૭૦૯૬૮ મતોની સરસાઇથી હરાવી દીધા હતા.
Read Also
- આ 5 લોકો છે મલાઈકા અને અર્જુનના પ્રેમના દુશ્મન, આમના કારણે ક્યારેય નહિ થઇ શકે લગ્ન
- Train/ ઘરેથી નીકળતા પહેલા જાણી લો કેન્સલ અને ડાયવર્ટ કરાયેલી ટ્રેનોનું લિસ્ટ, આજે આટલી થઇ રદ
- BIG NEWS: ભાજપમાં જોડાવા બાબત! બળવાખોર શિંદે જૂથના ધારાસભ્યોમાંં મતભેદો, કેટલાક બળવાખોરોને આગમી ચૂંટણીનો ડર
- ઓલા ઈલેક્ટ્રીકની ઓફિસમાં ઘૂસ્યા કૂતરા, એકે સોફા પર બેસીને ‘સ્વેગ’ બતાવ્યું; તો CEOએ કર્યું આવું કામ
- BJPનું પડદા પાછળનું મૌન? પક્ષ માત્ર રાજકીય ઘટનાક્રમ પર નજર રાખી રહ્યો છે, સરકાર રચવા માટે લીધો નથી કોઈ નિર્ણય