GSTV

ગદર 2: ફરી એક વાર તારાસિંહ પાકિસ્તાનમાં જશે, આ વખતે સકીના નહીં પણ દિકરા માટે જશે સની દેઓલ

Last Updated on July 21, 2021 by Pravin Makwana

બોલિવૂડના દમદાર એક્ટર સની દેઓલે ફિલ્મ ગદર દ્વારા આજે લોકોના દિલમાં રાજ કરે છે. તેને આ ફિલ્મ દ્વારા આગવી ઓળખ ઊભી કરી લીધી છે. પોતાના પ્રેમ માટે પાકિસ્તાન સાથે લડનારા તારા સિંહને જોઈ સૌ કોઈ આંખો ભીની થઈ જતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરી હતી. જો કે, હવે ખબર એવી આવી રહી છે કે, મેકર્સ આ ફિલ્મની સિક્વલમાં તારા સિંહને ફરી એક વાર પાકિસ્તાન મોકલવા માગે છે. આ વખતે તે સકીના માટે નહીં પમ પોતાના દિકરા માટે પાકિસ્તાન જશે.

ગદર 2માં સની ફરી એક વાર પાકિસ્તાન જશે

ગદર એક એવી લવ સ્ટોરી હતી, જેને બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો હતો. તો હવે આ ફિલ્મના 20 વર્ષ બાદ અનિલ શર્મા સની દેઓલ અને તેના દિકરા ઉત્કર્ષ શર્મા સાથે ગદરની સિક્વલ બનાવવાની યોજના બનાવી રહયા છે. કહેવાય છે કે, આ કહાની તારા સિંહ પોતાના દિકા ચરણજીત સિંહને પાકિસ્તાનથી પાછા લાવવા માટેની છે. સૂત્રોનું માનીએ તો, હજૂ તો આ એક વિચાર છે. અને ટૂંક સમયમાં જ તેને રાઈટર સાથે મળીને પુરો કરાશે.

જો કે, ગદર 2 શરૂ કરતા પહેલા અનિલ શર્મા ફેમિલી ફિલ્મ અપનેની સિક્વલના શૂટીંગમાં વ્યસ્ત રહેશે. આ ફિલ્મમાં દેઓલ પરિવારના ચાર પેઢી એક સાથે જોવા મળશે. જેમાં ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ અને કરણ દેઓલ મુખ્ય ભૂમિકામાં હશે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટીંગ પંજાબ અને લંડનમાં થવાનું છે. અપને 2નું શૂટીંગ અને પ્રોડક્શન ખતમ થયા બાદ ગદર 2નું શૂટીંગ શરૂ કરવાની યોજના છે.

READ ALSO

Related posts

ઓગસ્ટમાં તહેવારોની વણજાર: શ્રાવણમાં આ તારીખે આવી રહ્યો છે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન

Pravin Makwana

સરકારી નોકરી / આવકવેરા વિભાગમાં 10 પાસ માટે નોકરીઓ, ઝડપથી અરજી કરો

Pravin Makwana

અમદાવાદ/સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો, ગંદકી, કાદવ-કિચડ અને દબાણો વચ્ચે શહેરીજનો અટવાયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!