GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

પોતાનાં મતવિસ્તારમાં પહોંચ્યાં ‘ગદરમેન’, અધિકારીઓ સાથે સન્ની દેઓલે આ મુદ્દે કરી ચર્ચા

ગદર મેન તરીકે જાણીતા બોલીવૂડ અભિનેતા અને નવા ચૂંટાયેલા સાંસદ સન્ની દેઓલે આજે પોતાનાં સંસદિય મત વિસ્તાર ગુરૂદાસપુરની મુલાકાત કરી હતી. પોતાનાં ટ્વિટર હેન્ડલ પર તસવીરો શેયર કરી હતી. જેમાં તેઓ સ્થાનિક અધિકારીઓ સાથે વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરતાં નજરે પડે છે.

સન્ની દેઓલ લોકસભા ચૂંટણીમાં ભાજપની ટીકિટ પર પંજાબની ગુરૂદાસપર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં હતાં. ત્યાં તેમણે કોંગ્રેસનાં ઉમેદવાર સુનિલ જાખડને મ્હાત આપી હતી. જીત્યા પછી સન્ની દેઓલ પોતાનાં વિસ્તારમાં પહોંચ્યાં હતાં.

ગઇ કાલે સન્ની દેઓલે પોતાનાં પહેલા ટ્વિટમાં લખ્યું હતું કે, આજે શ્રી કરતારપુર કોરીડોર ટીમ સાથે મુલાકાત કરી અને કોરિડોરનાં વિકાસ કામોનું નિરીક્ષણ કર્યુ હતું.

એક કલાક પછી સન્ની દેઓલે ફરી એક ટ્વિટ કર્યુ, સુજાનપુર ગયો, તેથી તે વિસ્તારની મૂળભૂત જરૂરીયાતોને સમજી શકાય.

મહત્વનું છે કે ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે સન્ની દેઓલને ઉમેદવાર બનાવ્યાં હતાં. ગુરૂદાસપુર બેઠક પરથી તેમણે ચૂંટણી લડી હતી.અને તોતીંગ બહુમતિ સાથે જીત નોંધાવી હતી.

READ ALSO

Related posts

કોરોનામાં કોમામાં જતા રહેતા દર્દીઓને પડશે મોટી તકલીફો, 5 વર્ષ સુધી આ કારણે લેવી પડશે સંભાળ

Dilip Patel

100 કિમીની ઝડપે ગાડી ચલાવતો હતો યુવક, અચાનક બ્રેક પાસે ખતરનાક સાંપને જોયો અને પછી જે થયું…

Pravin Makwana

નેપાળ પણ ચીનના રસ્તે, લલબકૈયા નદી પર બની રહેલા બંધને તોડી નાખવાની આપી ધમકી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!