GSTV

આ 6 ફિલ્મી કલાકારોનું દાવ પર છે ભવિષ્ય, એક્ઝિટ પોલે આશા જન્માવી

Sunny Deol

Last Updated on May 21, 2019 by Alap Ramani

લોકસભાના ચૂંટણી પરિણામો આવવાને હજુ બે દિવસની વાર છે ત્યારે જાહેર થયેલા એકઝીટ પોલમાં ભાજપને સત્તા તરફ જતા જોવા મળેલ છે અને અન્ય પક્ષોને પાછળ રહેતા જોવા મળયા છે. ચૂંટણીના પરિણામો તા.ર૩ ના રોજ જાહેર થવાના છે ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ કેટલાય સેલેબ્રિટીઓએ પોતાની રાજકીય સફર શરૂ કરી છે તો કેટલાકે ફરી વખત પોતાની રાજકીય નશીબ અજમાવ્યું  છે. તો આવો જાણીએ કયા કયા કલાકારોએ પોતાનું રાજકીય નશીબ અજમાવ્યું છે.

 હેમા માલિનીઃ મથુરા લોકસભાની બેઠક પર ભાજપની ટિકિટથી અભિનેત્રી હેમામાલિનીએ આ વખતે બીજી વખત પોતાનું નશીબ અજમાવ્યું છે.હેમા માલિની ર૦૦૪માં ભાજપમાં આવી હતી. ગત વખતે તે મથુરાની બેઠક પરથી ૩.૩૦ લાખની મતની સરસાઇ મેળવી જયંત ચૌધરીને  હરાવ્યા હતા.ર૦૧૯માં ભાજપે ફરી તેને મોકો આપ્યો  છે.

સન્નીદેઓલઃ  ધર્મેન્દૃના પુત્રી સન્ની દેઓલને ભાજપે આ વખતે ગુરદાસપુરની ટિકિટ આપી છે.સન્ની દેઓલની સાથે તેનો નાનો ભાઇ બોબી દેઓલ ઉમેદવારીપત્ર ભરવાથી માંડી ચૂંટણી પ્રચાર અને મતદાન વખતે પણ જોવા મળયો હતો.તો તેના પિતા ધર્મેન્દૃએ પણ રેલી સાથે સાથે ઇન્ટરવ્યૂમાં સન્ની દેઓલને સમર્થન આપ્યું હતું અને  પ્રચાર પણ કર્યો હતો.આ બેઠક પર સન્નીની ટકકર પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અને ગુરૂદાસપુરના સાંસદ સુનિલ જાખડ સાથે થઇ છે.

દિનેશલાલ યાદવ(નિરહુઆ) – આઝમગઢની બેઠક પર ભાજપના ઉમેદવાર દિનેશલાલ યાદવનું નશીબ દાવ પર લાગ્યું છે. તે પહેલી વખત આ ચૂંટણી લડી રહયા છે.નિરહુઆ ઉત્તરપ્રદેશના માજી મુખ્યમંત્રી અને સપાના પ્રમુખ અખિલેશ યાદવ સામે મેદાનમાં ઉતર્યા છે.

ભોજપુરી કલાકાર મનોજ તિવારીઃ ભોજપુરી કલાકાર મનોજ તિવારી ર૦૦૯માં સમાજવાદી પક્ષ તરફથી લોકસભા ચૂંટણી લડયા હતા.દિલ્હીની ઉત્તરપૂર્વી બેઠકને પૂર્વાંચલ બહુમતિવાળી બેઠક માનવામાં આવે છે. ભાજપે ર૦૧૪માં અહીથી મનોજ તિવારીને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમણે આપના ઉમેદવાર પ્રો.આનંદકુમારને સવા લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. આ વખતે મનોજ તિવારી ફરી મેદાનમાં ઉતર્યા છે.

રવિ કિશનઃ લગભગ ત્રણ દાયકાથી ભાજપના દબદબાવાળી ગોરખપુર બેઠક પેટાચૂંટણીમાં સપા નેતા પ્રવીણ નિષાદે છીનવી લીધી હતી. આ વખતે ભાજપે ભોજપુરી અને બોલીવૂડ અભિનેતા રવિ કિશનને મેદાનમાં ઉતાર્યા છે, જયારે સપાએ રામભૂઆલ નિષાદને મેદાનમાં ઉતાર્યા છે.યોગીના ગઢ ગોરખપુર  બેઠક પર આખા દેશની નજર છે અને સાથે સાથે રવિ કિશનના ભવિષ્યનો ફેંસલો પણ થશે.

જયાપ્રદાઃ ટોચની અભિનેત્રીમાં સ્થાન ધરાવતી અભિનેત્રી જયાપ્રદાએ આ વખતે રામપુરની બેઠક પરથી બીજી વખત અહીંથી ઝંપલાવ્યું છે. ભાજપની ટિકિટ પર તે ઉત્તરપ્રદેશના રામપુરના સપાના ફાયરબ્રાન્ડ નેતા આઝમખાન સામે ચૂંટણી લડી રહી છે.

Read Also

Related posts

ખાસ વાંચો/પુરુષોમાં આ ક્વોલીટી જોઇને આકર્ષાય છે મહિલાઓ, જાણી લો તમારામાં છે ગુણ છે કે નહીં

Bansari

હોટલમાં રોકાઓ છો અંતરંગ લીલાઓથી બચવા ખાસ ધ્યાન આપજો, રૂમમાં સ્પાય કેમેરા શોધવાની કામ આવશે આ ખાસ ટિપ્સ

Harshad Patel

ભારતને ટેન્શન/ ખાસ મિત્ર ગણાતા ચીને પાકિસ્તાન માટે અત્યાધુનિક યુધ્ધ જહાજનું કર્યું નિર્માણ, 8 પરમાણુ સબમરિન આપશે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!