સની દેઓલનાં પુત્રએ કરી એવી કસરત કે લોકો જોઈને બોલ્યા, ‘બાપ જેવા બેટા’

karan deol exercise video

ફિલ્મ અભિનેતા અને હિ મેનનાં નામથી જાણીતા ધર્મેન્દ્ર એ પોતાનાં પૌત્ર એટલે કે સની દેઓલનાં પુત્ર કરણ દેઓલનો એક વીડિયો સોશ્યલ  મીડિયા પર શેર કર્યો છે. ધર્મેન્દ્રએ પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરેલા આ વીડિયોમાં કરણ દેઓલ એક્સરસાઇઝ કરતો નજરે પડે છે.

કરણ દેઓલ ટાયર સાથે એક્સરસાઇઝ કરતો હોય તેવું દ્રશ્યમાન થાય છે. શાનદાર શરીર સૌષ્ઠવને કારણે કરણ દેઓલ ખુબ જ આકર્ષક દેખાય છે. આ વીડિયોમાં કરણ દેઓલ ટાયર પર હટી-હટીને હથોડા વડે ફટકારી રહ્યો છે. આમ પણ સની દેઓલ અને તેમને પરિવાર પોતાનાં દેશી જીવનને કારણે જ ઓળખાય છે.

કરણ દેઓલનાં આ વીડિયોને ધર્મેન્દ્રએ પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.  આજકાલ ધર્મેન્દ્ર પોતાનાં ફાર્મહાઉસ પર નિરાંતની પળો માણી રહ્યા છે. ત્યાંથી જ તેઓ સોશ્યલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે. ધર્મેન્દ્રએ કરણ દેઓલનાં આ વીડિયો શેર કરીને લખ્યું છેકે, કરણ પોતાનાં પિતાની જેમ છે. તેમને આશિર્વાદ આપો, લવ યુ..લાંબુ જીવો! આ વી રીતે ધર્મેન્દ્ર હંમેશા પોતાનાં ચાહકોથી રૂબરૂ થતા રહે છે. જો કે આ વીડિયોમાં કરણ દેઓલ બા કમાલ અંદાજમાં દેખાય છે.

બોલીવૂડ એક્ટર સન્ની દેઓલ પોતાનાં દિકરા કરણ દેઓલની પહેલી ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’નું ફર્સ્ટ મોશન પોસ્ટર 14 ફેબ્રુઆરીએ સોશ્યલ મીડિયા પર રિલીઝ કર્યુ હતુ. પોસ્ટરમાં કરણ દેઓલની સાથે તેની સહ-અભિનેત્રી શહર બામ્બા પણ જોવા મળી હતી. આ ફિલ્મ 19 જુલાઈએ રિલીઝ થશે. આ ફિલ્ને સન્ની દેઓલે જ ડાયરેક્ટ કરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter