GSTV
Home » News » ચૂંટણી પહેલા હાઈકોર્ટ પહોંચ્યો સની દેઓલ, લાગી રહ્યો છે ડર

ચૂંટણી પહેલા હાઈકોર્ટ પહોંચ્યો સની દેઓલ, લાગી રહ્યો છે ડર

પંજાબના ગુરદાસપુરથી ભાજપના ઉમેદવાર સની દેઓલ વતી પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે ઉમેદવારની અરજી પર ચૂંટણી પંચને આદેશ આપ્યો છે. કોર્ટે ગુરદાસપુર લોકસભા સીટને સંવેદનશીલ માનીને ચૂંટણી પંચને અર્ધસૈનિક બળની ટુકડીને વધારવા માટે આદેશ આપ્યો છે. હાઈકોર્ટે ગુરદાસપુર લોકસભા ક્ષેત્રમાં પેરામિલિટ્રીની 15ની જગ્યાએ 24 કંપની તૈનાત કરવાનું કહ્યું છે. સની દેઓલે અરજી કરી છે, તેમાં આશંકા બનાવી છે કે, તેમની વિરુદ્ધ પંજાબમાં કોંગ્રેસ પ્રેસિડેન્ટ સુનીલ જાખર ચૂંટણી લડશે. આવી પરિસ્થિતિમાં તે સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે. એટલે તેમની સીટને ખૂબ સંવેદનશીલ માનવામાં આવી અને પંજાબ પોલીસની જગ્યાએ સૈનિકો ગોઠવવાનું કહ્યું હતું. હાઈકોર્ટે તેમની અરજીનો સ્વીકાર કરીને ચૂંટણીપંચને સૈનિકો વધારવાનો આદેશ આપ્યો છે.


પ્રચાર માટે ભટિંડા પહોંચ્યો સની, લોકો વચ્ચે સેલ્ફી માટે ભાગદોડ થઈ
ગુરદાસપુરમાં છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ થશે. અત્યારે સની તેના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. સનીનો સામનો કોંગ્રેસના નેતા સુનીલ જાખર સાથે છે. સુનીલ જાખર જ્યારે ગુરદાસપુરથી વિજયી થયા એ પહેલાં આ સીટ વિનોદ ખન્ના પાસે હતી. તે બીજેપીના સાંસદ હતા. પરંતુ મૃત્યુ પછી સુનીલ જાખર આ સીટથી જીત્યા હતા.

Read Also

Related posts

ન કૉન્ડમ કે ન ગર્ભનિરોધન ગોળી, માત્ર આ એક બેન્ડેજ લગાવવાથી થશે બર્થ કંટ્રોલ

NIsha Patel

ભારત સાથે પંગો લેવો મોંઘો પડ્યો પાકિસ્તાનને, આ દેશોમાંથી ખરીદવું પડી રહ્યું છે મોંઘું કૉટન

NIsha Patel

મૌલવી અને ઇલેક્ટ્રીશયને બાળાનો ઉઠાવ્યો ફાયદો, હવે બાળક કોનું તો પંચાયતે કર્યો આ આદેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!