GSTV
Home » News » ગુરદાસપુરમાં પ્રચાર દરમિયાન સન્ની દેઓલની ગાડીને નડ્યો અકસ્માત

ગુરદાસપુરમાં પ્રચાર દરમિયાન સન્ની દેઓલની ગાડીને નડ્યો અકસ્માત

લોકસભા ચૂંટણીના સાતમા ચરણમાં પંજાબમાં મતદાન થશે. પંજાબના ગુરદાસપુરથી ભારતીય જનતા પાર્ટીના લોકસભા ઉમેદવાર અને બોલીવુડ સુપરસ્ટાર સની દેઓલની ગાડીને સોમવારે એક્સિડન્ટ થયો છે. કહેવાય છે કે, આ એક્સિડન્ટ પ્રચાર સમયે થયો છે. જોકે એ વાતની હજી જાણકારી મળી નથી કે, એ સમયે સની દેઓલ ગાડીમાં હતા કે નહીં.

ઉલ્લેખનિય છે કે, લોકસભા ચૂંટણીના મધ્ય સમયે જ સની દેઓલ બીજેપીમાં આવ્યા અને તે જ સમયે નક્કી થઈ ગયું હતું કે, તેઓ ચૂંટણી લડશે. થોડા જ દિવસમાં બીજેપીએ તેમને ગુરદાસપુરન ઉમેદવાર તરીકે જાહેર કર્યા.

ત્યારબાદથી સની દેઓલ સતત ગુરદાસપુરથી પ્રચાર કરી રહ્યા છે. તેમણે એક મોટો રોડ શો કરી ઉમેદવારી પત્ર પણ ભર્યું, આ સમયે તેમની સાથે તેમના નાના ભાઇ અને બોલીવુડ સ્ટાર બૉબી દેઓલ પણ સાથે હતા. સનીના પ્રચાર માટે બૉબી અને ધર્મેન્દ્ર પણ સતત ગુરદાસપુરમાં ફરી રહ્યા છે.

સની દેઓલ પોતાના વિસ્તારની સાથે, બીજા વિસ્તારોમાં પણ પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. તેમના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. તેમના ઘણા રોડ શોમાં એમની એક ઝલક માટે લોકોની પડાપડી જોવા મળે છે, તો કોઇ તેમને ભેટમાં ડંકી પણ આપે છે.

પંજાબની બધી જ 13 લોકસભા સીટનું મતદાન 19 મેએ, છેલ્લા ચરણમાં થશે. એટલે હવે દરેક પાર્ટીનું ધ્યાન પંજાબ પર છે. વડાપ્રધાન મોદી પણ પંજાબમાં બીજેપી માટે પ્રચાર કરશે. પંજાબમાં ફરી એકવાર બીજેપી અને અકાલીદળ સાથે મળીને પ્રચાર કરી રહ્યા છે.

Related posts

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!