GSTV
Home » News » PETA  માટે સની લિયોનીએ પતિ ડેનિયલ સાથે કરાવ્યું ન્યુડ ફોટોશૂટ

PETA  માટે સની લિયોનીએ પતિ ડેનિયલ સાથે કરાવ્યું ન્યુડ ફોટોશૂટ

 

 સની લિયોની સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી હોય છે. તે પોતાના પતિ ડેનિયલ સાથેની પણ અનેક તસવીરો શેર કરતી હોય છે. તેણે ભલે આ તસવીર સોશિયલ મીડિયા પર શેર ન કરી હોય પરંતુ સની અને ડેનિયલની આ તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તાજેતરમાં સની લિયોનીએ PETA  માટે ફોટોશૂટ કરાવ્યું હતું.

 

 

આ ફોટોશૂટ ‘એનિમલ ફ્રી ફેશન કેમ્પેઇન’ માટે કરવામાં આવ્યું છે. આ કેમ્પેઇન ફેશન માટે ઉપયોગમાં લેવાતા પશુઓના ચામડા વિરુદ્ધ છે. આ તસવીરમાં સની લિયોની અને ડેનિયલ ન્યૂડ જોવા મળી રહ્યાં છે. આ તસવીરમાં ડેનિયલના શરીર પર રહેલા ટેટૂ સ્પષ્ટપણે જોઇ શકાય છે. આ કેમ્પેઇન અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે પોતાની ત્વચા સાથે આરામથી રહો અને પશુઓને પણ તેમ જ કરવા દો.

આ કેમ્પેઇન અંગે સનીએ જણાવ્યું કે આપણે એક એવા વિશ્વમાં રહીએ છીએ, જેમાં શાકાહારી સામગ્રી અને તમામ માટેના વિકલ્પોમાં અદભૂત પ્રગતિ થઇ છે. કોઇપણરૂપે ક્રૂરતાનું સમર્થન ન કરવું જોઇએ. પશુઓ સાથે દુર્વ્યવ્હાર કરવાના બદલે આપણી પાસે સિંથેટિક ચામડુ, નકલી મગર અને અશુદ્ધ ફર જેવા અનેક વિકલ્પો છે.

આ અંગે ડેનિયલે જણાવ્યું કે આપણે પશુઓ માટે અવાજ બુલંદ કરવો જોઇએ અને સમજવું જોઇએ કે પશુઓ વિના આપણે પણ ધરતી પર ટકી નહી શકીએ. આપણે હળીમળીને શાંતિથી રહેવું જોઇએ અને એકબીજાને માન આપવું જોઇએ. PETA પશુઓની સારસંભાળ લેતી એક સંસ્થા છે. આ અભિયાન સાથે બોલિવુડના અનેક કલાકારો પણ જોડાઇ ચુક્યા છે.

Related posts

મેયરને પૂછવાનું તો ઠીક પણ લોકાર્પણ વેળાએ ન બોલાવાયા, થયા નારાજ

Nilesh Jethva

મંદીની માર : દિવાળી વેકેશનમાં બહાર ફરવા જવાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

Nilesh Jethva

પાણીના બગાડને અટકાવવા એક વાંદરાના પ્રયાસો જોઈને તમને લાગશે નવાઇ, વીડિયો થયો વાયરલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!