કલરનું કામ કરતા સુનિલ પાટીલની છાતીમાં છરીના એક પછી એક ઘા ઝીંકી હત્યા

જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે પરપ્રાંતીય છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે. મૃતક સુનિલ પાટિલ કલર કામ અને મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે કોઈ અજાણ્યા શખ્સે ભર બોપરે સુનીલને છાતીના ભાગે છરી મારતા જી જી હોસ્પિટલમાં લવાયો હતો. જો કે સારવાર પહેલાં જ તેનું મોત નિપજ્યુ હતું. પીઆઇ સહીત નો પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. અને હત્યારાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter