પંજાબ કૉન્ગ્રેસના દિગ્ગજ હિંદુ નેતા સુનીલ જાખડે કૉન્ગ્રેસને રામરામ કરી દીધા છે. ગેરશિસ્ત દાખવવા બદલ પાર્ટીએ તેમને બે વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. એક સમયે તેઓ રાહુલ ગાંધીના અત્યંત વિશ્વાસુ નેતા હતા. તેમાંથી આ સ્થિતિએ પહોંચી ગયા તે દર્શાવે છે કે રાજનીતિ સાપસીડીની રમત બની ગઈ છે. જે એક સમયે હોટ ફેવરિટ સીએમ ઉમેદવારને પણ પક્ષ છોડવા મજબૂર કરી શકે છે.

સુનીલ જાખડે ફેસબુક લાઇવ કરીને રાજીનામું આપ્યું હતું. એ પહેલા ટ્વીટ્ટર પરથી કૉન્ગ્રેસી નેતા તરીકેની પોતાની ઓળખ હટાવી હતી. તેમણે ફેસબુક લાઇવમાં અંબિકા સોનીની ટીકા કરી. કેપ્ટન અમરિંદર સિંઘે મુખ્ય મંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ પંજાબ કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ મુખ્યમંત્રી પદ માટે હોટ ફેવરિટ હતા. અંબિકા સોનીના એક નિવેદને સમગ્ર બાજી બગાડી નાખી હતી. સોનિયા ગાંધીના વિશ્વાસુ નેતા અંબિકા સોનીએ એવું નિવેદન કરેલું કે, પંજાબના મુખ્યમંત્રી હિંદુ હોવા જોઈએ. તેના કારણે સ્થિતિ વણસી ગઈ અને કૉન્ગ્રેસ હાઇ કમાન્ડે જાખડને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય પડતો મૂકવો પડ્યો.

સુનીલ જાખડે પંજાબ કૉન્ગ્રેસની હાર બાદ ચરણજીતસિંઘ ચન્નીને પાર્ટી પર બોજ ગણાવ્યા હતા અને હાર માટે જવાબદાર ઠરાવ્યા હતા. તેમની જાતિ વિશે પણ ઘસાતી કમેન્ટ કરી હતી. તેના કારણે કૉન્ગ્રેસ હાઇકમાન્ડ જાખડથી નારાજ થયું હતું અને તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. જવાબમાં વધુ ખિજાયેલા જાખડે રાજીનામું આપી દીધું છે. જતા-જતા તેમણે રાહુલ ગાંધીના ખૂબ વખાણ કર્યા અને તેમને સલાહ પણ આપી કે રાહુલ ગાંધી કોણ દુશ્મન છે અને કોણ દોસ્ત છે તેનો ભેદ પારખતા શીખે.
જે નવજોતસિંઘ સિદ્ધુથી કૉન્ગ્રેસ હાઇ કમાન્ડ નારાજ છે તેઓ જાખડના બચાવમાં મેદાને ઊતર્યા છે. ટૂંકમાં પંજાબ કૉન્ગ્રેસની સ્થિતિ હાલ રાષ્ટ્રીય કૉન્ગ્રેસ કરતા પણ વિકટ બની છે.
READ ALSO
- ઓનલાઈન શોપિંગ કરવું થશે સરળ, વોટ્સએપ લઈને આવી રહ્યુ છે આ નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ
- દાદીએ પોતાના ગરબાથી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એનર્જી જોઈ સારા-સારા ડાન્સર્સ રહી ગયા દંગ
- શું તમે પણ માઈગ્રેનથી પરેશાન છો? જાણો તેના લક્ષણો, કારણ અને બચવાના ઉપાય
- મહારાષ્ટ્રમાં મહાભારત/ એકનાથ શિંદે ક્યારે પણ શિવસેના પર કબજો નહિ જમાવી શકે, જાણો શું છે સંવિધાનની જોગવાઇ
- BIG BREAKING: ગહલોતના પાયલટ પરના નિવેદને મચાવી રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, શું મહારાષ્ટ્ર જેવું સંકટ સર્જાશે?