GSTV
Home » News » અસલ ડૉ. મશહૂર ગુલાટીને જોઇને ઉડી ગયાં સુનિલ ગ્રોવરના હોશ

અસલ ડૉ. મશહૂર ગુલાટીને જોઇને ઉડી ગયાં સુનિલ ગ્રોવરના હોશ

કપિલ શર્માના શૉ ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’દ્વારા ફેમસ થયેલા સુનિલ ગ્રોવરનું પાત્ર ‘ડૉ. મશહૂર ગુલાટી’ જેટલું ફેમસ છે તે તો તમે જાણતા જ હશો. પરંતુ શું તમે વિચારી પણ શકો કે ડૉ. ગુલાટીના કોઇ જુડવા પણ હોઇ શકે. પોતાના જીવંત અભિનયથી એક કાલ્પનિક પાત્રમાં જીવ રેડી દેનાર અને ડો. મશહૂર ગુલાટીનું પાત્ર ભજવનાર જાણીતા કોમેડિયન એક્ટર સુનિલ ગ્રોવર વાસ્તવિક જીવનમાં ડૉ. મશહૂર ગુલાટીને જોઇને ચોંકી ઉઠ્યાં છે. અસલ ડૉ. ગુલાટી સાથે સુનીલ ગ્રોવરનો મેળાપ જાણીતા ટીવી એક્ટર અને એન્કર મયાંગ ચેંગે. મયાંગ હાલ શ્રીલંકામાં રજાઓ ગાળી રહ્યાં છે.

ચેંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શ્રીલંકામાં એન્જોય કરતી અનેક તસવીરો શેર કરી છે. પરંતુ ચેંગ એક એવા વ્યક્તિને મળ્યો, જેને જોઇને તે ચોંકી ઉઠ્યો. આ વ્યક્તિનો ચહેરો સુનિલ ગ્રોવરના ફેમસ કેરેક્ટર ડો.ગુલાટી સાથે મેળ ખાય છે. ચેંગે તે વ્યક્તિ સાથે સેલ્ફી લઇને તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી. તસવીરમાં જોવા મળી રહેલો શખ્સ ડૉ. ગુલાટી જેવા દેખાઇ રહ્યો છે. આ તસવીર જોઇને સુનિલ ગ્રોવરે કમેન્ટ કરી કે ‘હા હા હા, મુજે વિશ્વાસ નહી હો રહા, એસા કૌન દિખતા હૈ ભાઇ’

ઉલ્લેખનીય છે કે કપિલ શર્મા સાથે વિવાદ થતાં સુનિલ ગ્રોવરે તેમનો શો છોડી દીધો હતો. જો કે તે પછી કપિલનો શો વધુ સમય ચાલી શક્યો નહી અને તેના શો પર પડદા પડી ગયાં. જો કે કપિલ શર્માએ તાજેતરમાં જ એક નવા શો સાથે વાપસી કરી છે પરંતુ દર્શકોને તેનો શો ખાસ પસંદ નથી આવી રહ્યો.

Related posts

બોલિવૂડનું ક્યૂટ કપલ ગણાતું સારા અને કાર્તિક આર્યન શા કારણે થઈ ગયાં અલગ…?

Dharika Jansari

વર્ષો પહેલા થયેલી આ એક ભુલના કારણે અમિતાભને આજે પણ પડી રહી છે મુશ્કેલી, જાણીને ચોંકી ઉઠશો

Arohi

માઈકની સાઈઝ નાની પડતા વાઘાણી બોલ્યા, ‘નીતિનભાઈનું કદ નાનું પણ વહિવટ મોટા છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!