GSTV
Home » News » કપિલના વળતા પાણી, સુનિલ ગ્રોવરને મળી સલમાન ખાન સાથે ફિલ્મ

કપિલના વળતા પાણી, સુનિલ ગ્રોવરને મળી સલમાન ખાન સાથે ફિલ્મ

સ્ટાર કોમેડિયન કપિલ શર્માનો ખરાબ સમય ચાલી રહ્યો છે તેવામાં એવું લાગી રહ્યું છે કે કોમેડિયન સુનિલ ગ્રોવરની કિસ્મત ચમકી ઉઠી છે. તાજેતરમાંજ સુનીલ ગ્રોવરને જાણીતા ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘છુરિયાં’ મળવાના અહેવાલો હતાં. તેવામાં હવે જાણવા મળી રહ્યું છે કે સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ભારતમાં પણ તેને કાસ્ટ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ અલી અબ્બાસ ઝફરની બિગ બજેટ ફિલ્મ છે, જેમાં તેની સાથે પ્રિયંકા ચોપરા પણ જોવા મળશે. સલમાન ખાન સાથેની આ ફિલ્મ દ્વારા પ્રિયંકા બોલીવુડમાં વાપસી કરી રહી છે. છેલ્લે તે જય ગંગાજલ ફિલ્મમાં જોવા મળી હતી.

એક અહેવાલ અનુસાર ફિલ્મ ભારતમાં સુનિલ ગ્રોવર સલમાન ખાનના મિત્રની ભુમિકામાં જોવા મળશે. ફિલ્મમાં તેનું પાત્ર કોઇ જુનિયર એક્ટર જેવું નથી, જે ગણતરીની સેકેન્ડ માટે જ સ્ક્રીન પર જોવા મળે. ફિલ્મમાં તે ખૂબ જ રસપ્રદ ભુમિકામાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 2014માં બની એક દક્ષિણ કોરિયાની ફિલ્મ Ode to My Father નું હિન્દી વર્ઝન છે.

સલમાન અને પ્રિયંકા મુજસે શાદી કરોગી ફિલ્મમાં સાથે જોવા મળ્યાં હતા. સલમાન અને અલી અબ્બાઝ ઝફરની દોસ્તી બોલીવુડમાં જાણીતી છે. તેમણે સુલતાન અને ટાઇગર ઝિંદા હૈમાં સાથે કામ કર્યુ છે. પ્રિયંકા પાછલા ઘણાં સમયથી બોલીવુડથી દૂર છે. તે પોતાની હોલીવુડ ફિલ્મ બેવૉચ અને ટીવી સીરીઝ ક્વૉન્ટિકોમાં વ્યસ્ત છે.

Related posts

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

Kaushik Bavishi

લીજા હેડનના પૂત્રએ માના બેબી બંપને કરી KISS, વાયરલ થઈ ફોટો

Kaushik Bavishi

દુનિયાની સૌથી જૂની હોટલ, જેને 1300 વર્ષથી ચલાવી રહ્યો છે એક જ પરિવાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!