GSTV
Home » News » સુનીલ ગ્રોવર કપિલ શર્માની જૂની ટીમ સાથે કરશે ‘દન દના દન’

સુનીલ ગ્રોવર કપિલ શર્માની જૂની ટીમ સાથે કરશે ‘દન દના દન’

કપિલ શર્માની નાના પડદ પર વાપસી બાદ હવે ફેન્સ સુનીલ ગ્રોવરની વાપસીની રાહ જોઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મૂજબ સુનીલ ક્રિકેટ કોમેડી લઈને આવી રહ્યા છે અને કપિલ શર્માને ટક્કર આપવા તૈયાર છે.

થોડા સમય પહેલા સુનીલના શોમાં બિગબોસ વિનર શિલ્પા શિંદેની સાથે ક્રિકેટ જગતના દિગ્ગજ કપિલ દેવ અને વીરેન્દ્ર સહેવાગ જોડાય તેવી ચર્ચા આવી હતી. હવે જાણવા મળી રહ્યું છે કે શોમાં કપિલના જૂના સાથીઓ અલી અસગર અને સુગંધા મિશ્રા પણ જોડાઈ શકે છે. અત્યાર સુધી સિદ્ધૂ પાજી અને ચંદનની સાથે બીજા કલાકાર પણ કપિલના શોમાં જોવા મળશે તેવી આશા કપિલના ફેન્સને હતી. પરંતુ જુના વિવાદો હજી પણ કોઈ ભૂલી શક્યું નથી કદાચ એટલા માટે જ કપિલના જુના સાથી હવે તનો સાથ છોડી સુનીલના શોમાં એન્ટ્રી કરી રહ્યા છે.

જાણવા મળ્યું છે કે આઈપીએલની સાથે જ આવનારા સુનીલ ગ્રોવરના શોનું નામ ‘દન દના દન’ રાખવામાં આવ્યું છે. આ શોને જીયો એપ પર ટેલીકાસ્ટ કરવામાં આવશે. શો દર શુક્રવાર અને શનિવારે જોવા મળશે. આવું પહેલી વાર જોવા મળશે કે કોઈ કોમેડી શોનું ટેલીકાસ્ટ ડિજિટલ પ્લેટફોર્મ પર થશે. હાલમાં જ સુનીલ ચેન્નાઈ સુપરકિંગની ટીમ સાથે શૂટિંગ કરતા જોવા મળ્યા હતા.

ટીવીના ડૉ. મશહૂર ગુલાટીનો શો ક્રિકેટ પરની કોમેડીનો હશે. આ શોમાં આઈપીએલ મેચની ઇનિંગ પર ચર્ચા કરવામાં આવશે. આ પ્રકારનો શો પહેલી વખત કરવામાં આવી રહ્યો છે. સુનીલના શોમાં કપિલની એક્સ ગર્લફ્રેન્ડ પ્રીતિ સિમોસ અને તેની બહેન નીતિ સિમોસ જોવા મળશે.

Related posts

બ્લૂ કાર્પેટ પર સૌથી સ્ટાઈલિશ નજરે આવી અભિનેત્રી ભૂમિ પેડનેકર, જુઓ PHOTOS

pratik shah

કરિયરની ત્રીજી ફિલ્મમાં જ બોલ્ડ થઈ સારા, કાર્તિક સાથે કર્યો લિપલોક સીન

Arohi

રિલીઝ થયું સારા-કાર્તિકની ફિલ્મ LoveAajKalનું Trailer, 14 ફેબ્રુઆરીએ ધમાલ મચાવવા તૈયાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!