સુનિલ ગ્રોવર કદાચ કપિલ શર્માને પાડી દેશે કે કારણ કે સુનિલનાં સમર્થકો….

કોમેડિયન સુનિલ ગ્ર્રોવર 15 ડિસેમ્બરથી સ્ક્રીન પર પરત ફરી રહ્યો છે અને ધમાકો કરવા માટે તૈયાર છે. રસપ્રદ વાત એ છે કે દીપિકા પાદુકોણ સાથે લગ્ન કરનાર રણવીર સિંહ હમણા સુનીલ ગ્રોવર સાથે બાથટબમાં જોવા મળ્યો છે. રણવીર સિંહ તેમના હનીમૂનને છોડીને સુનીલ ગ્રોવર સાથે મજા માણતો દેખાયો હતો. એનું કારણ છે કે રણવીર સિંહ સુનિલ ગ્રૉવરનો કોમેડી શો ‘કાનપુર વાલે ખુરાનાજ’ ને લઈને આવી રહ્યો છે.

ડો. મશહુર ગુલાટી અને ગુત્થી જેવા લોકપ્રિય પાત્ર ભજવનારા સુનીલ ગ્રોવર ‘કાનપુર વાલે ખુરાનાજ’માં જીજાજીના રોલમાં જોવા મળશે અને આ જીજાજી જરાપણ શરીફ નથી. સુનિલ ગ્ર્રોવરે તેમના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર એક વિડિઓ પોસ્ટ કર્યો છે અને લખ્યું છે: “રણવીર સિંહ સિમ્બાને કાનપુર ખુરાનાજ પર પ્રમોટ કરતા કરતા પોતાનું હનીમૂન મનાવી રહ્યાં છે. બસ હવે એક અઠવાડિયું બાકી છે.”

કાનપુર વાલે ખુરાનાજનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સુનીલ ગ્રોવર ખિલજી અલાઉદ્દીનનાં પાત્રમાં જોવા મળે છે. અને રણબીર માલિકનું પાત્ર ભજવે છે. બંને આ વિડિઓમાં ખૂબ જ મસ્તી કરે છે. રણબીર સિંઘ, સારા અલી ખાન અને રોહિત શેટ્ટી કાનપુર સેટ સિમ્બાનું પ્રમોશન કરવા માટે ‘કાનપુર વાલે ખુરાનાજ’નાં સેટ પર જોવા મળે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter