GSTV

લાંબા સમય બાદ ફરીથી ફેન્સને હસાવશે સુનીલ ગ્રોવર, નવા શોનો પ્રોમો કર્યો શેર

કોમેડિયન સુનીલ ગ્રોવરના જોક્સ કોને પસંદ ન હોય. તે માત્ર કલાકાર જ નથી પરંતુ એવો પરફોર્મર છે જે દર વખતે પ્રેક્ષકોના ચહેરા પર હાસ્ય લાવવામાં સફળ રહે છે. ઘણા સમયથી ટીવીના પડદા પરથી દૂર થઈ ગયેલો સુનીલ ગ્રોવર ફરીથી પ્રેક્ષકોને હસાવવા માટે આવી રહ્યો છે. સુનીલને નવો શો ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યો છે.

પાસના સિંહ અને જતીન સૂરી જોવા મળશે

સ્ટાર ભારત પર ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાન નામના એક શોની શરૂઆત થવા જઈ રહી છે. આ શોમાં સુનીલ ગ્રોવરની સાથે શિલ્પા શિંદે, સુગંધા મિશ્રા, સિદ્ધાર્થ સાગર, ઉપાસના સિંહ અને જતીન સૂરી જોવા મળશે. આ શોનો પ્રથમ પ્રોમો રિલીઝ થઈ ગયો છે જે જોઈને જ લાગે છે કે સુનીલ આ વખતે કોઈ નવી જ સ્ટાઇલમાં જોવા મળશે. તે એક ડોનની ભૂમિકામાં છે.

શોને લઈને રોમાંચિત છે

ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાનમાં સુનીલ ગ્રોવર પોતે તો પ્રેક્ષકોને હસાવશે જ પરંતુ સાથે સાથે પોતાની સાથી કલાકારો દ્વારા પણ લોકોને હસાવશે. સુનીલ પોતે પણ આ શોને લઈને રોમાંચિત છે. પ્રોમો શેર કરીને તે લખે છે કે તમારા દરેક શ્વાસને હાસ્યમાં ભરી દેવા માટે આવી રહ્યા છે કોમેડીના મહારથી. 31મી ઓગસ્ટે રાત્રે 8.00 કલાકે સ્ટાર ભારત પરથી આ શોનું પ્રસારણ કરાશે.

READ ALSO

Related posts

સાયલન્ટ કિલર/ કોરોના વાયરસ હવે આ અંગ માટે બની રહ્યો છે કાળ, વધતાં કેસ સાથે બદલાયા લક્ષણો

Bansari

ICCના હેડક્વાર્ટરમાં કોરોનાની એન્ટ્રી, હવે IPL પર શું પડશે અસર?

Ankita Trada

પતાવી લો બેન્કના દરેક જરૂરી કામ, ઓક્ટોમ્બરમાં અડધો મહિનો બંધ રહેવાની છે બેન્કો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!