GSTV
Home » News » કૃષ્ણા અભિષેકના શો ‘કૉમેડી કંપની’માં ગેસ્ટ એપીરયન્સ આપશે સુનીલ ગ્રોવર

કૃષ્ણા અભિષેકના શો ‘કૉમેડી કંપની’માં ગેસ્ટ એપીરયન્સ આપશે સુનીલ ગ્રોવર

જ્યાં એક તરફ કૉમેડિયન અલી અસગર, સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલે કૃષ્ણા અભિષેકના નવા શો ‘કૉમેડી કંપની’માં જવા માટે તૈયાર છે. ત્યારે સુનીલ ગ્રોવર આ શોમાં ગેસ્ટ એપીરયન્સમાં  આપશે.

આ શોને એ જ ટીમ પ્રોડ્યુસ કરશે જે પહેલા કપિલ અને સુનિલના વિવાદ પહેલા ‘ધ કપિલ શર્મા શો’ને પ્રોડ્યુસ કરતી હતી. સૂત્રોનુસાર ફેમસ કૉમેડિયન સુનીલ ગ્રોવર તાજતેરમાં સુપરસ્ટાર સલમાન ખાનની સાથે ‘સુપર નાઇટ વિથ ટ્યૂબલાઇટ’ કરીને શો કર્યો હતો. હાલમાં સુનીલ કોઇ શોના પાર્ટ બનવા ઇચ્છોત નથી. કપિલની સાથે વિવાદ પછી સુનીલ કોઇ પણ શોમાં પાર્ટ નથી લીધો. જોકે સુનીલ ‘કૉમેડી કંપની’માં અલગ-અલગ કેરેક્ટરમાં જોવા મળશે. તે આ શોમાં ગેસ્ટ એપીરયન્સ આપશે.

સોની ચેનેલ પર પોતાના કમબેક માટે સુનીલ કહ્યુ કે, ”હું સોની પર ખૂબ જ ખાસ વ્યકિત સલમાન ખાન માટે કમબેક કરી રહ્યો છુ. આ નવો શો તેમની અપકમિંગ ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ને ડેડિકેટેડ છે.” કપિલથી અલગ થયા બાદ સુનીલ લાઇવ શો કરી રહ્યો છે. સુનીલે આગળ જણાવ્યુ કે, ”મને ટીવી પર પાછા આવીને ખૂબ ખુશી થઇ છે. હું થોડા સમય પછી કેમેરાની સામે કામ કરી રહ્યો છુ. હું કહેવા માંગુ છુ કે, આ સ્પેશિયલ એપિસોડમાં મેં એન્જોય કર્યો છે.”

થોડા મહિલા પહેલા કપિલ અને સુનીલની વચ્ચે ફ્લાઇટમાં વિવાદ થયા બાદ સુનીલ ગ્રોવરે કપિલનો શો ‘ધ કપિલ શર્મા શો’ છોડી દીધો હતો. સુનીલ સિવાય અલી અસગર અને ચંદન પ્રભાકર પણ ત્યાર પછી કપિલના શોનો પાર્ટ બન્યા નથી.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

આ કારણે સૌના પ્રિય શૉ શક્તિમાનના પડી ગયા હતા પાટીયાં, મુકેશ ખન્નાએ ખૂદ જણાવ્યું

Kaushik Bavishi

એકવાર ફરી રિંકુ ભાભીના ગેટઅપમાં દેખાયા સુનીલ ગ્રોવર, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

શો પર પાછા આવશે દયાબેન, જેઠાલાલે કરી દીધો આ મોટો ખુલાસો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!