GSTV
Home » News » કપિલની ફિલ્મ વિશે પૂછતા સુનિલ ગ્રોવરે આપ્યો આવો જવાબ, જાણ્યા વિના નહીં રહી શકો તમે

કપિલની ફિલ્મ વિશે પૂછતા સુનિલ ગ્રોવરે આપ્યો આવો જવાબ, જાણ્યા વિના નહીં રહી શકો તમે

સુનિલ ગ્રોવર તથા કપિલ શર્મા વચ્ચે થયેલા અણબનાવથી હવે કોઈ અજાણ્યું નથી અને આ બંનેના સંબંધોમાં આવી ગયેલી ખટાશ યથાવત છે.  જોકે હવે તો કપિલ શર્મા સુનિલ ગ્રોવર વિના જ શોને આગળ વધારી રહ્યોછે. અને સુનિલ ગ્રોવર  સ્ટેજ શો કરીને પોતાના ચાહકોનું દિલ જીતી રહ્યો છે. કેટલાક લોકોને લાગે છે આ બંને કટ્ટર દુશ્મન બની ચૂક્યા છે.  જોકે  આ બંને કટ્ટર દુશ્મન તો નથી બન્યા અને બંને વચ્ચે સામાન્ય વાતચીત ચાલુ હોય છે. કપિલે જણાવ્યુ હતું કે હું સુનિલને મળ્યો હતો અને ક્હયું હતું કે તેના માટે શોના દરવાજા આજે પણ ખુલ્લા છે.

તો બીજી તરફ  કપિલે આપેલી જન્મદિવસની શુભેચ્છાનો જવાબ પણ સુનિલે આપ્યો હતો સાથે જ ચોંકાવનારી બાબત એ છે કે થોડા સમય પહેલા કપિલની તબિયત  ખરાબ હતી અને સુનિલે  કપિલને જલદીથી સાજા થઈ  જવાની શુભેચ્છા પણ આપી હતી.  અને જ્યારે  ટ્વિટર ઉપર પ્રશંસકોએ  સુનિલને કપિલની ફિલ્મ ફિરંગી વિશે પૂછ્યું હતું તો  તો સુનિલે કહ્યું હતું કે મે કપિલને તેની ફિલ્મ માટે શુભેચ્છા આપી દીધી છે.

 

Related posts

વિશ્વમાં આ છે અનોખો શખ્સ, જે પોતાને માને છે 70 ટકા પુરુષ અને 30 ટકા સ્ત્રી

pratik shah

આ સુંદરી બની મિસ યુનિવર્સ, આ સવાલનો જવાબ આપીને પોતાને નામ કર્યો ખિતાબ

Bansari

આવતીકાલે વિધાનસભા સત્રમાં આ પાંચ મહત્વના વિધેયક રજૂ કરાશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!