‘ધ કપિલ શર્મા શો’માં ચંદન પ્રભાકરના કમબેક પછી લાગી રહ્યુ છે કે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચેના વિવાદો પૂરા થઇ જશે. પરંતુ આ સાચું નહી પડી શકે. સૂત્રોનુસાર સુનીલ ગ્રોવર અને અલી અસગર પોતાના કૉ-સ્ટાર કીકૂ શારદાના તાજેતરમાં કરેલા એક ટ્વિટથી નારાજ છે. કીકૂએ કંઇક એવુ કહ્યુ કે જેનું આ બંને કૉમેડિયન્સને ખરાબ લાગી આવ્યુ હતુ.
વાસ્તવમા, કપિલ શર્માના શોની TRPની સુનીલ ગ્રોવરે સલમાન ખાનની સાથે કરેલા ‘ટ્યૂબલાઇટ’ ફિલ્મના પ્રમોશન માટે કરેલા સ્પેશ્યલ શો કરતા વધારે છે. તો જ્યારે કીકૂ શારદાના ફેન્સે તે માટે તેમણે શુભકામના કરી ત્યારે કીકૂ શારદાએ તે ટ્વિટને રી-ટ્વિટ કર્યુ હતુ. એવું કહેવામાં આવી રહ્યુ છે કે સુનીલ અને અલી અસગરને આ વાત ખરાબ લાગી છે અને તેઓ કીકૂથી નારાજ છે.
??God is kind https://t.co/Nsb5pCS7Nt
— kiku sharda (@kikusharda) June 29, 2017
પોતાના ફેનના ટ્વિટને રી-ટ્વિટ કરીને કીકૂએ લખ્યુ કે, ભગવાનની કૃપા છે. તેનાથી સુનીલ, અલી અને સુગંધા મિશ્રા પણ નારાજ છે, કેમકે આ કૉમેડિયન્સને બંને એપિસોડની સરખામણી કરી તે ના ગમ્યુ, જોકે આ વાતની હજુ સુધી કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી.
તમને જણાવી દઇએ કે, કપિલ અને સુનીલ વચ્ચે ફ્લાઇટમાં વિવાદ થવાના કારણે સુનીલ, ચંદન અને અલી અસગરે શો છોડી દીધો હતો. જોકે, ચંદન હવે શોમાં પરત ફર્યો છે. જ્યારે અલી અસગર અને સુગંધા મિશ્રા કૃ઼ષ્ણા અભિષેકના શો ‘ધ ડ્રામા કંપની’માં કામ કરી રહ્યા છે જ્યારે સુનીલ ગ્રોવર ગેસ્ટ એપિરયન્સમાં જોવા મળી શકે છે.