GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ધોનીને મેન ઓફ ધ સિરીઝના માત્ર 17,500 રૂપિયા આપતા ગાવસ્કર ભડક્યા

ટેસ્ટ મેચમાં જીત મેળવ્યા બાદ ભારતીય ટીમે વનડેમાં પણ જીત મેળવી છે. જેના કારણે ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 70 વર્ષથી જીત માટે તરસી રહેલી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના તેના જ ઘરમાં સુપડા સાફ કરી નાખ્યા છે. પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે મહેન્દ્ર સિંહ ધોનીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે મેચમાં 6 વિકેટ લેનારા યુજેન્દ્ર ચહલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પણ વાત જ્યારે એર્વોડની આવી ત્યારે ભારતીય ફેન્સ પણ શોક થઈ ગયા હતા.

એર્વોડ પર તો ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગ્જ ખેલાડી સુનીલ ગાવસ્કર પણ ભડક્યા. ખેલાડીઓને આપવામાં આવેલી પ્રાઈઝ મની પર તેમણે આપતી જતાવી. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ચહલ અને ધોનીને 500-500 ડોલર રૂપિયા આપ્યા. એટલે કે ટોટલ 35,000 રૂપિયા. ગાવસ્કરે મેચ બાદ ચાલી રહેલી વાતચીતમાં પોતાનો રોષ ઠાલવતા કહ્યું કે,

500 ડૉલર શું છે, આ શર્મનાક ઘટના છે. ટીમને શું મળ્યું ? માત્ર એક ટ્રોફી. આયોજકોને બ્રોડકાસ્ટ રાઈટ્સથી એટલા રૂપિયા મળે છે પણ ખેલાડીઓને વધારે રૂપિયા શા માટે નથી આપવામાં આવતા ? છેલ્લે તો તેઓ ખેલાડીઓના કારણે જ પૈસા કમાય છે. તમે ટેનિસમાં આપવામાં આવતી પ્રાઈઝ મની જૂઓ. પ્લેયર્સ પૈસા લઈ આવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે એટલે તેમને વધારે પૈસા આપવામાં આવે છે.

ગાવસ્કરની આ વાત પર સોશિયલ મીડિયા પણ ખુશ થઈ ગયું. ટ્વીટર પર મજેદાર ટ્વીટ પણ શેર કરવામાં આવ્યા. વાત ગઈકાલના મેચની કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાએ ભારતને 230 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે પછી ભારતે તે સ્કોરને ચેઝ કરવામાં સફળતા મેળવી હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી પોતાનું ફોર્મ બતાવતા નોટ આઉટ 87 રન ફટકાર્યા હતા. ધોનીએ 114 બોલમાં સાત ચોગ્ગા માર્યા હતા. અને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ મેળવ્યો હતો. પણ તેમની સામે ઉતરેલા કેદાર જાધવે માત્ર 57 બોલમાં 61 રન ફટકારી ધોનીની ઈનિંગને દ્રવિડ સ્ટાઈલ સાબિત કરી દીધી હતી.

તો બીજી તરફ મેચમાં મહત્વની ભૂમિકા નિભાવતા ચહલે 10 ઓવરમાં 42 રન આપી 6 વિકેટ મેળવી હતી. મેલબોર્નના મેદાન પર કોઈ ભારતીય બોલર દ્વારા કરવામાં આવેલું આ શ્રેષ્ઠ પ્રદર્શન હતું. ભારતે ઓસ્ટ્રેલિયાને 50 ઓવર રમવા પણ ન દીધી અને 230 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

READ ALSO

Related posts

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva

અમિતાભની ફિટનેશ છે જુવાનિયાઓને પણ શરમાવે તેવી, સીનીયર બચ્ચને દાયકા પહેલા જ ખોલ્યું હતું રહસ્ય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!