GSTV

Corona સામે લડવું હોય તો ભારત પાકિસ્તાનની 3 વન ડે મેચની સિરિઝ રાખો, આ કિક્રેટરના પ્રસ્તાવ પર ગરમાયું વાતાવરણ

20

Last Updated on April 14, 2020 by Arohi

હાલમાં વિશ્વ આખું કોરોના (Corona) સામે લડી રહ્યું છે. કોરોનાના જંગમાં દરેક દેશોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. તેવા સમયે પડોશી દેશ પાકિસ્તાન પણ દેવાળિયું થઈ ગયું છે. તેણે આઈએમએફ પાસે કોરોના સામે લડવા ફંડ આપવા માગણી પણ કરી છે. એવામાં પાકિસ્તાનમાં ભંડોળ મેળવવા માટે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે હાલમાં જ એક પ્રસ્તાવ રાખ્યો હતો. જેમાં તેણે કોરોના વાયરસ મહામારને મધ્ય નજર રાખીને ધન મેળવવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિજ રમવાની વાત કહી હતી.

શોએબ અખ્તરે ખાલી સ્ટેડિયમમાં મેચ રમાડવાની વાત કરી હતી

corona

શોએબ અખ્તરે ખાલી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ રમાડવાની વાત કરી હતી. તે પછીથી આ મામલો ખૂબ  ગરમાયો છે. ભારત અને પાકિસ્તાનના ક્રિકેટરો આમને સામને આવી ગયા છે. ભારતના પૂર્વ કપ્તાન કપિલ દેવે શોએબ અખ્તરના પ્રસ્તાવને રીજેક્ટ કરી ફેંકી દીધો હતો. જે પછીથી પાકિસ્તાનના પૂર્વ કપ્તાન શાહિત આફ્રિદીએ કપીલદેવ પર પલટવાર કરતાં કહ્યું હતું.

લાહોરમાં બરફવર્ષા થઈ શકે, ક્રિકેટ સીરીજ નહીં

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટને લઈને પૂર્વ મહાન બેટ્સમેને સુનિલ ગાવસ્કરે કહ્યું, લાહોરમાં બરફવર્ષા થઈ શકે છે. પરંતુ દ્વિપક્ષિય ક્રિકેટ સીરીજ નહીં. સુનિલ ગાવસ્કરે પાકિસ્તાનના પૂર્વ કપ્તાન રમીજ રાજાને યુટ્યૂબ ચેનલ પર વાતચીત કરી હતી. જ્યારે રમીજ રાજાએ સુનિલ ગાવસ્કરથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સીરિઝ બાબતે પૂછ્યું ત્યારે ગાવસ્કરે હસતા હસતા આ પ્રકારે જવાબ આપ્યો હતો.

ભારતે વર્ષ 2008થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. ત્યાં પાકિસ્તાને વડને અને ટી ટ્વેન્ટી સીરીજ માટે છેલ્લી વખત 2012માં ભારત પ્રવાસ કર્યો હતો. આ બંને દેશોએ છેલ્લા 8 વર્ષથી એક બીજા સામે કોઈ સ્પેશીયલ સિરીઝ નથી રમ્યા.

corona

સુનિલ ગાવસ્કરે કહ્યું ભારત અને પાકિસ્તાનની ટીમો ફક્ત એશિયા કમ, વર્લ્ડ કપ અથવા અન્ય કોઈ આઈસીસી ટુર્નામેન્ટમાં સામ સામે રમી શકે છે. પરંતુ બંને દેશોની વચ્ચે પ્રાઈવેટ સીરીઝની કોઈ સંભાવના નથી.

આ પહેલા શોએબ અખ્તરે કહ્યું હતું કે સંકટના આ સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની સીરિઝનો પ્રસ્તાવ રાખું છું. આ  સીરીઝનું પરિણામ ગમે તે આવે. બંને દેશોમાંથી કોઈ પણ ક્રિકેટ પ્રેમીઓને દુઃખ નહીં થાય.

તે પછી કપિલદેવે શોએબ અખ્તરને જવાબ આપતા કહ્યું કે અમને પૈસાની આવશ્યકતા નથી. અને ક્રિકેટ મેચ માટે કોઈના જાનને જોખમમાં નાખવું એ ક્યાંની સમજદારી છે. કપિલ દેવે કહ્યું કે આ પ્રસ્તાવને અમલમાં લાવવો શક્ય જ નથી. કપિલ દેવે કહ્યું કે તમે તમારી રાય રાખવા માટે હકદાર છો. પરંતુ અમારે પૈસા મેળવવાની આવશ્યકતા નથી. અમારી પાસે પર્યાપ્ત પૈસા છે.

corona

પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રીદીએ કોવીડ 19 મહામારી વિરુદ્દ લડાઈ માટે ધનરાશિ મેળવવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે વન ડે સિરિઝ કરાવવાના શોએબ અખ્તરના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.તે સાથે જ આફ્રિદીએ કપિલદેવ પર પલટવાર કરતાં નિવેદન કર્યું હતું. આફ્રિદીએ કહ્યું કે તેને ભારતીય પૂર્વ કપ્તાન કપિલદેવ અને આઈપીએલના પૂર્વ અધ્યક્ષ રાજીવ શુક્લાની ટિપ્પણીઓથી આશ્ચર્યથયું છે. જેણે અખ્તરના પ્રસ્તાવને નકાર્યો છે. આફ્રિદીએ કહ્યું કે આખું વિશ્વ કોરોના વાયરસથી લડી રહ્યું છે આ દુશ્મનને હરાવવા માટે આપણે આપણા ક્ષેત્રમાં એકતાની જરૂરિયાત છે. એવામાં આવી નેગેટિવ કમેન્ટથી કોઈ મદદ નહીં મળે. મને ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ મેચ માટે શોએબ અખ્તરના પ્રસ્તાવમાં સહેજ પણ ખોટી બાબત લાગતી નથી. તેણે કહ્યું કપિલદેવની પ્રતિક્રિયા સાંભળીને મને દુખ થયું છે. મને એમનાથી આવી પ્રતિક્રિયાની આશા નહોતી. તેમનાથી હકારાત્મક પ્રતિક્રિયાની આશા હતી. મને લાગે છે આ પ્રકારના સંકટમાં આવી વાતો ન કરવી જોઈએ.

આફ્રિદીએ કહ્યું કે તેમની ચેરીટીને સમર્થન કર્યા પછી હરભજન અને યુવરાજસિંહની બાબતમાં જે રીતે નકારાત્મક ટિપ્પણીઓ થઈ તેનાથી પણ તે હેરાન છે.

Read Also

Related posts

પેટની ભૂખ: અચાનક રસ્તાઓ પર ઉતરી આવ્યું અસંખ્ય વાંદરાઓનું ટોળું, ચાર મીનિટ માટે લગાવ્યું ટ્રાફિક જામ

Pravin Makwana

ખાસ વાંચો/ Facebook કે LinkedIn પરથી ક્યાંક તમારો ડેટા પણ લીક નથી થયો ને! આ ટ્રિકથી જાણો

Bansari

વળતાં પાણી / ગુજરાતના ૨૪ જિલ્લામાં હવે ૧૦થી પણ ઓછા એક્ટિવ કેસ, 4 જિલ્લા તો કોરોનામુક્ત થઈ ગયા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!