GSTV
Bollywood Entertainment Trending

વિરાટ કોહલીની ખરાબ પરફોર્મન્સ પર અનુષ્કાને લઈ ગાવસ્કરે કરી કોમેન્ટ, કંગનાએ આપ્યું આ રિએક્શન

ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની IPLની મેચ દરમિયાન વિરાટ કોહલીના કંગાળ પ્રદર્શન અંગે કમેન્ટ કરી હતી જેમાં તેમણે કોહલીની પત્ની અનુષ્કા શર્માનો ઉલ્લેખ કરતાં વિવાદ સર્જાયો હતો. હવે આ મામલામાં બોલિવૂડની એકટ્રેસ કંગના રનૌતનું રિએક્શન સામે આવ્યું છે. હકીકતમાં ગાવસ્કર જે બોલ્યા હતા તેમાં ગેરસમજ થઈ હતી તેવો ખુદ ગાવસ્કરે ખુલાસો કરી દીધો છે.

ચીજોમાં ફેમિનિઝમ દેખાડવું યોગ્ય નથી

કંગનાએ ટ્વિટ કરી છે કે અનુષ્કા અત્યાર સુધી ચૂપ રહી હતી. જ્યારે મને ધમકાવવામાં આવી, હરામખોર કહેવામાં આવી પરંતુ આજે જ્યારે તેની સામે પણ મહિલાઓ સામે થતા દ્વેષ જેવા આરોપો થયા ત્યારે તેને ખુદ આવી બાબતોનો સામનો કરવાનો આવ્યો ત્યારે તે બોલવા લાગી છે. સુનીલ ગાવસ્કરે તેને આ રીતે ક્રિકેટમાં ઢસડી છે તે બાબતની હું ટીકા કરું છું પરંતુ માત્ર કેટલીક જ ચીજોમાં ફેમિનિઝમ દેખાડવું યોગ્ય નથી.

તમારું નિવેદન અપ્રિય

ગાવસ્કરે કોમેન્ટરી દરમિયાન જે કમેન્ટ કરી હતી તેની સામે અનુષ્કા શર્માએ પ્રહાર કર્યો છે. તેણે લખ્યું હતું કે શ્રીમાન ગાવસ્કર હું તમને કહેવા માગું છું કે તમારું નિવેદન અપ્રિય છે. હું એ જાણવા માગું છું કે તમે આવા નિવેદન શા માટે કરો છો જે એક ક્રિકેટરની રમત માટે તેની પત્નીને જવાબદાર ઠેરવતા હોય. હું સારી રીતે જાણું છું કે તમે હંમેશાં ક્રિકેટરની પર્સનલ લાઇફનો આદર કરતા આવ્યા છો તો તમને નથી લાગતું કે મારી સાથે પણ આમ થવું જોઇએ. જોકે આ મામલા બાદ સુનીલ ગાવસ્કરે ખુલાસો કર્યો હતો અને તેમણે એ વખતે કોમેન્ટરીમાં જે કાંઈ કહ્યું હતું તેનો ખોટું અર્થઘટન કરાયું હતું.

READ ALSO

Related posts

11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Zainul Ansari

ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ

Hardik Hingu

મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો

Zainul Ansari
GSTV