GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

INDvNZ: ન્યૂઝીલેન્ડ સામેની T-20માં કપાઇ શકે છે ધોનીનું પત્તુ, આ છે મોટુ કારણ


વન ડે સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ 4-1થી શાનદાર જીત મેળવ્યાં બાદ સૌકોઇની નજર ભારત અને ન્યૂઝીલેન્જ વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરીઝ પર છે. તેવામાં મહેમાન ટીમ આ વખતે તેમના હોમ ગ્રાઉન્ડ પર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા મેદાનમાં ઉતરશે.

ટી-20 સીરીઝ માટે ટીમ ઇન્ડિયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં કેપટન્સીની કમાન રોહિત શર્માના હાથમાં આપવામાં આવી છે. તેવામાં પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેટેંટર સુનીલ ગાવાસ્કરનું માનવું છે કે ભલે હાલ ધોની શાનદાર ફોર્મમાં છે પરંતુ તેમને ટી-20 સીરીઝના પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરવા જોઇએ.

2018માં ધોનીનું બેટિંગ પ્રદર્શન ખૂબ જ કંગાળ હતું. પરંતુ ઓસ્ટ્રેલિયામાં ધોનીએ તેની કસર પૂરી કરી દીધી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સીરીઝમાં 3 અડધી સીરીઝ ફટકારી હતી ઇને ભારતને ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહેલીવાર દ્વિપક્ષીય વન ડે સીરીઝમાં વિજયી બનાવ્યું હતું. તે દરમિયાન ધોનીએ 51,55 અને 87 રનની ઇનિંગ રમી હતી.

ગાવાસ્કરે સ્ટાર સ્પોર્ટસ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ટીમ ઇન્ડિયાએ આ સીરીઝમાં ધોનીના બદલે યુવા ખેલાડીઓને તક આપવી જોઇએ. આ રીતે ધોનીને ઓસ્ટ્રેલિયા સામેની ઘરેલૂ સીરીઝ પહેલાં આરામ મળશે.

આ દરમિયાન ન્યૂઝીલેન્ડના પૂર્વ કોચ માઇક હેસને પણ કહ્યું કે ધોનીને આરામ આપવો જોઇએ. હેસનને કહ્યું કે, આગામી સીરીઝ રિષભ પંત અને દિનેશ કાર્તિક માટે મોટી તક સમાન છે. તે બાદ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતાં નિર્ણય લઇ શકશે. અમે જાણીએ છીએ કે ધોની વર્લ્ડ કપનો હિસ્સો બનશે.

Read Also

Related posts

બદલતા વાતાવરણના કારણે શરદી-ખાસી જેવા લક્ષણો છો? અપનાવો આ ઘરેલૂ ઉપાય

Arohi

કોરોના સંકટ વચ્ચે રાહતના સમાચાર, આ જિલ્લાના 500 ગામોમાં હજુ સુધી નથી થઇ ‘કિલર કોરોના’ની એન્ટ્રી

Bansari

કોવિડના મૃત્યુઆંક છુપાવવા સરકારની નવી ‘નંબર ગેમ’, હોસ્પિટલ અને સ્મશાનના આંકડાઓમાં મોટી ગોલમાલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!