GSTV

Photo: ઓસ્ટ્રેલિયાના આ તટ પર મળ્યો એલિયન જેવો જીવ, જોઈને તમે પણ ચોંકી જશો

એક દુર્લભ અને મોટો જીવ ઓસ્ટ્રેલિયાના તટ પર લોકોને જોવા મળ્યો છે. તેને જોઈને ત્યાંના પર્યટક હેરાન રહી ગયા છે. કારણ કે, આ જીવની શકલ એલિયન જેવી દેખાય છે. તેને ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંતના દક્ષિણ-પશ્વિમ તટ પર સ્થિત કેનેટ નદીના મુહાને પર મળી આવ્યો છે.

પ્રજાતીની સૌથી નાની માછલી

એલિયન જેવુ દેખાતા આ જીવનુ નામ છે ઓશન સનફિશ. આ સનફિશને કેથ રેમ્પટ્ન અને તેમને પતિ ટોમે શોધ્યો છે, જેઓ આ સમયે તે તટ પર વેકેશન મનાવી રહ્યા હતા. બંને જાવરોના ડૉક્ટર છે. બંનેએ કહ્યુ છે કે, તેમણે આ પહેલા ક્યારેય આ પ્રકારની વસ્તુ જોઈ નથી. ડેલી મેલીની રીપોર્ટ પ્રમાણે, કેથ રેમ્પટ્ને જણાવ્યુ છે કે, આ માછલી લગભગ 2 મીટર લાંબી અને તેટલી જ ઉંચી છે, પરંતુ બાદમાં જાણ થઈ કે, આ પોતાની પ્રજાતીની સૌથી નાની માછલી છે. આ પ્રજાતિમાં તેનાથી બેગણા મોટા આકારની માછલીઓ હોય છે.

માછીમારે પણ સનફિશને પકડી હતી

ત્યારબાદ આ માછલીને ટૂરિસ્ટ ટિમ રોથમેન અને જેમ્સ બરબેમે જોઈ હતી. આ બંનેએ પણ કહ્યુ હતુ કે, આ માછલી પૂર્ણ રીતે એલિયન જેવી દેખાય છે. તેમણે કહ્યુ કે, આ પહેલા ક્યારેય આ પ્રકારનો જીવ આ લોકોએ જોયો નથી. છેલ્લા વર્ષે દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં એક માછીમારે પણ સનફિશને પકડી હતી.

ખૂબ જ સુંદર દેખાઈ છે

એક સ્વસ્થ અને વયસ્ત સનફિશ 3 મીટર લાંબી, 4.2 મીટર ઉંચી અને લગભગ 2.5 ટન વજનની હોઈ શકે છે. આ ખતરનાક હુમલાખોર હોઈ શકે છે. સાથે જ ખૂબ જ સુંદર દેખાઈ છે. તેથી તેને કેટલાક માછલીઘરમાં પણ રાખવામાં આવે છે. ફિશ એક્સપર્ટ રાલ્ફ ફોસ્ટર જણાવે છે કે, આ માછલી ત્યારે જ તટ પર આવી હશે. જ્યારે તેને કોઈ મોટી હોડીથી ઈજા લાગી હશે. ઘણી વખત આ પ્લાસ્ટિકની થેલીઓને જેલી ફિશ સમજી ખાઈ જાય છે. જેથી તેનુ મૃત્યુ પણ થઈ શકે છે.

સમુદ્રી તટ પર બહાર આવી જાય છે

રાલ્ફ ફોસ્ટર જણાવે છે કે, આ સનફિશ ઘણીવખત દક્ષિણ ઓસ્ટ્રેલિયાના સમુદ્રી તટ પર બહાર આવી જાય છે, પરંતુ આ વધારેપડતા ઉંડા સમુદ્રમાં રહે છે. જાપાન, કોરિયા, તાઈવાન જેવા દેશણાં આ માછલીને ખાવામાં પણ આવે છે.

READ ALSO

Related posts

બેંકોની હાલત સુધારવા મોદી સરકાર કરશે મદદ, સરકારી બેંકોને ત્રીજા ક્વાર્ટરમાં 20,000 કરોડની આપશે સહાય

Pravin Makwana

પીએમ મોદીએ મન કી બાતમાં ગુજરાતના જે ખેડૂતનો ઉલ્લેખ કર્યો તેની આવક જાણીને ચોંકી જશો

Nilesh Jethva

દેશનું યુવાધન નશાના રવાડે: 1.48 કરોડ બાળકો-કિશોરો હોમાઈ રહ્યા છે નશાના ખપ્પરમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!