GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

6 જૂલાઈથી ઓફિસ ખોલશે Google, દરેક વર્કર્સને 1 હજાર ડૉલર પણ આપશે

ગૂગલે(Google)એ પોતાના કર્મચારીઓ માટે સ્ટેપ બાય સ્ટેપ રીતે ફરીથી ઓફિસ પાછા ફરવા માટે 6 જૂલાઈની તારીખ નક્કી કરી છે. કંપનીએ વૈશ્વિક સ્તરે તેના દરેક કામદારોને જરૂરી ઉપકરણો અને ઓફિસ ફર્નિચર પર ખર્ચ કરવા માટે એક હજાર ડોલક (લગભગ 75 હજાર રૂપિયા) આપવાની પણ જાહેરાત કરી છે. અત્યારે બધા કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે. Google રોટેશન પ્રોગ્રામ સાથે કામ શરૂ કરશે.

પ્રોગ્રામ સાથે કામ કરવાનું શરૂ

આલ્ફાબેટ અને ગુગલના સીઈઓ સુંદર પિચાઇ(Sunder Pichai)એ જણાવ્યું હતું કે 6 જુલાઈથી કંપની અન્ય શહેરોમાં વધુ ઓફિસમાં કામ શરૂ કરશે. પિચાઇએ કહ્યું, “જો પરિસ્થિતિ અનુસાર મંજૂરી આપવામાં આવે તો Google સપ્ટેમ્બર સુધીમાં 30 ટકા વર્કફોર્સ દ્વારા રોટેશન પ્રોગ્રામ સાથે કામ કરવાનું શરૂ કરશે.

ઘરેથી મોટા પ્રમાણમાં કાર્ય કરશે

સીઈઓ પિચાઇએ કહ્યું, “અમે હજી પણ અપેક્ષા રાખીએ છીએકે, મોટાભાગના Google કર્મચારીઓ આ વર્ષના બાકીના સમય માટે ઘરેથી મોટા પ્રમાણમાં કાર્ય કરશે. આવી સ્થિતિમાં, અમે દરેક વર્કરને જરૂરી ઉપકરણો અને ફર્નિચર ખર્ચ માટે 1000 ડોલરનું ભથ્થું આપીએ છીએ.” પિચાઈના મતે, આ વર્ષ માટે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા ખૂબ મર્યાદિત છે.

READ ALSO

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!