GSTV
Home » News » આજે રાજ્યભરમાં 2440 સેન્ટરો પર લોકરક્ષક દળમાં ભરતી માટે પરીક્ષાનું આયોજન, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

આજે રાજ્યભરમાં 2440 સેન્ટરો પર લોકરક્ષક દળમાં ભરતી માટે પરીક્ષાનું આયોજન, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

આજે રાજ્યભરમાં 2440 સેન્ટરો પર લોકરક્ષક દળમાં ભરતી માટે પરીક્ષાનું આયોજન કરાયું છે. પોણા નવ લાખ ઉમેદવારોને કોલ લેટર અપાયા છે. સવારે 11 વાગ્યે પેપર શરૂ થશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્યમાં 65 હજાર 347 ઉમેદવારોએ એસટી બસમાં ટિકિટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. ઉમેદવારોને તકલીફ ના પડે તે માટે  નંબર પરીક્ષા કેન્દ્રના ગેટ પર તેમજ લોબી અને  ક્લાસ રૂમમાં લગાવી દેવાયા છે.  કલાસ રૂમ અને લોબીમાં સીસીટીવી મારફતે પણ નજર રાખવામાં આવશે.

ઉમેદવારો માટે એસટી બસની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા આ પરીક્ષાનું આયોજન થયું હતું. પરંતુ પરીક્ષા શરૂ થવાના થોડા સમય પહેલા જ પેપર લીક થતાં તાત્કાલીક અસરથી પરીક્ષા રદ કરી દેવાઈ હતી. ત્યારે આ વખતે ઉમેદવારોને ફરીથી એસટી બસનો ખર્ચ ન કરવો પડે તે માટે મફત મુસાફરીની સુવિધા ઉપલબદ્ધ કરાવાઈ છે.

અંબાજીમાં પણ લોક રક્ષક દળની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યુ છે. અંબાજીમાં કુલ ત્રણ કેન્દ્રોની ફાળવણ કરવામાં આવી છે. જ્યા એક હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અંબાજીમાં કચ્છ, પાટણ અને સાબરકાંઠાના ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા છે.

અરવલ્લીના મોડાસાથી લોકરક્ષક દળની પરીક્ષા માટે નિકળેલા ઉમેદવારો એસટી બસના ડ્રાઈવરના કારણે અટવાયા હતા. કેમ કે, એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો. ડ્રાઈવરની કરતૂતના કારણે ઉમેદવારોને ધનસુરાના વડાગામ નજીક બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. એસટી વિભાગની સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવતા બાયડ ડેપો દ્વારા બીજા ડ્રાઈવરને મોકલવામાં આવ્યો હતો. બસમાં સવાર તમામ ઉમેદવારો મોડાસાથી ગાંધીનગર પરીક્ષા માટે જઇ રહ્યા હતા. ત્યારે નશામાં ધૂત ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધવાની એસટી વિભાગે તજવીજ  હાથ ધરી છે.

બનાસકાંઠામાં 73 હજારથી વધુ ઉમેદવારો એલઆરડીની પરીક્ષા આપશે. પરીક્ષા માટે 110 કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત અને સીસીટીવીની બાઝ નજર હેઠળ પરીક્ષા યોજાશે. પરીક્ષા માટે આવતા ઉમેદવારોને વિના મુલ્યે એસટી બસની સેવા આપવામાં આવી છે.

સુરતમાં એલઆરડી પરીક્ષાને લઈને તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં જવા દેવાની પ્રક્રિયા શરૂ થઈ છે. પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો. કોઈ ઓન ઉમેદવાર કોઈ પણ પ્રકારનું સાહિત્ય પરીક્ષામાં ન લઈ જાય ,તેના પર પોલીસ દ્વારા પૂરતી તકેદારી પણ રાખવામાં આવી. બાયોમેટ્રિક હાજરીના કારણે આઠ વાગ્યાથી જ વિધાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સુરતમાં કુલ 172 પરીક્ષા કેન્દ્રોની અંદર અને બહાર પીએસઆઇ સહિત હોમગાર્ડ અને મહિલા પોલીસને તૈનાત કરવામાં આવ્યા છે. જ્યાં મહિલા ઉમેદવારો ના આઇડી અને હોલ ટિકીટની પણ ચકાસણી   કરવામાં આવી રહી છે. સવારે અગિયાર વાગ્યા થી  પરીક્ષા શરૂ થઈ જશે. બરાબર અગિયાર વાગ્યે પરીક્ષા શરૂ થવાનો બેલ વાગશે અને 11 કલાક 50 મિનિટ પરીક્ષા પૂર્ણ થવાનો વોર્નિંગ બેલ વાગશે. ત્યારબાદ 12 વાગ્યે પરીક્ષા પૂર્ણ થશે. પુનઃ આયોજિત પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સુરતમાં કુલ 75 હજારથી વધુ વિધાર્થીઓ આજે લોક-રક્ષક દલની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. આ પરીક્ષાને લઈને પોલીસ સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. વિધાર્થીઓ દ્વારા પણ પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 172 પરીક્ષા કેન્દ્રો પર 75 હજાર ઉમેદવારો નોંધાયા છે. શિક્ષણ તંત્રના અધિકારીઓ પણ પરીક્ષા દરમ્યાન ફરજ પર હાજર રહેવાના છે. તંત્ર દ્વારા ગાઈડલાઈન અને વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં 172 પરીક્ષા કેન્દ્રો ,2507 બ્લોક ,5 ઝોન અને 61 રૂટમાં પરીક્ષા નું આયોજન કરાયું છે.

આજે રાજ્યભરમાં એલઆરડીની પરીક્ષા આયોજિત થઈ છે. ત્યારે વડોદરામાં સઘન બંદોબસ્ત વચ્ચે 44 હજાર 760 ઉમેદવારો પરીક્ષા આપશે. વડોદરામાં ૧૩૨  કેન્દ્ર પર ઉમેદવારો પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને પરેશાની ન થાય તે માટે ૧૦ અલગ-અલગ હેલ્પ ડેસ્ક પણ મુકવામાં આવ્યા. જીઆરટીસી દ્વારા પીક-અપ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાને રાખી ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા લગવવામાં આવ્યા છે. પરીક્ષા સેન્ટરની પાસે ઝેરોક્ષ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અગાઉ એલઆરડીની પરીક્ષાના પેપર લીક કાંડ બાદ પોલીસ તંત્ર વધુ સઘન બની ગયુ છે.

Related posts

6 કરોડ નોકરિયાતો માટે આવી ખુશખબર, પીએફ મામલે સરકારે લીધો મોટો નિર્ણય

Mansi Patel

PM મોદીએ વારાણસીથી ઉમેદવારી નોંધાવી, પ્રસ્તાવક તરીકે ખાસ ચાર લોકોને પસંદ કરાયા

Riyaz Parmar

મંત્રી કુંવરજી બાવળીયાનાં વિસ્તારમાં બેફામ ભ્રષ્ટાચાર, વીડિયો વાયરલ થતા ખળભળાટ

Riyaz Parmar