GSTV
Home » News » RTOની લાંબી લાઈનોમાં ગયો લોકોનો રવિવાર, એટલી લાંબી લાઈનો કે લોકો પાછળ ઉભતા પણ બે વખત વિચારતા હતા

RTOની લાંબી લાઈનોમાં ગયો લોકોનો રવિવાર, એટલી લાંબી લાઈનો કે લોકો પાછળ ઉભતા પણ બે વખત વિચારતા હતા

ટ્રાફિકના નવા કાયદાને લઇને લાઇસન્સ રિન્યુ, નવા, કાચા-પાકા લાયસન્સ તથા એચએએસઆરપી નંબર પ્લેટો બનાવવાની કામગીરીને પહોચી વળવા માટે રવિવારે આરટીઓ કચેરી ચાલુ રાખવામાં આવી હતી. જેને લઇને આરટીઓમાં ભારે ધસારો રહ્યો હતો, પરંતુ સરકાર દ્વારા આજે ઓન લાઇનની કામગીરી ચાલુ હોવાની સ્પષ્ટતા નહી કરી હોવાથી વાહન ચાલકો અટવાયા હતા. આરટીઓ વિભાગ દ્વારા લાઇસન્સને લગતી ૫૬૦૦ અરજીઓનો નિકાલ કરવાનો દાવો કરાયો હતો. પરંતુ ૧૪૦૦ લોકોની જ કામગીરી થઇ હતી બાકી લોકોને પરત જવુ પડયું હતું.લાઇસન્સની સમય મર્યાદા પુરી થયાના એક વર્ષ બાદ લાઇસન્સ રદ કરવાનો કાયદો અમલી બનતાં સિનિયર સિટીઝનો સહિત લાખો લોકોના લાઇસન્સ દર થતાં રૃપિયા ભરીને નવેસરથી કાચા-પાકા લાઇસન્સ બનાવવા માટે મજબુર બન્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા આરટીઓના નવાનિયમને લાગુ પાડી દીધો હતો. તો બીજીતરફ વાહન ચાલકો પાસે પીયુસી, વિમૅો સહિતના દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાથી સરકારે મુદતમાં વધારો કર્યો છે. તો આરટીઓમાં નવા કાચા -પાકા લાઇસન્સ બનાવવા તથા રિન્યુ કરાવવા માટે ં ભારે ધસારો થતો હતો જેથી સર્વર ઠપ્પ થઇ જવાનાકારણે આરટીઓમાં લોકોની લાઇનો લાગતી હતી. આજે રવિવારે આરટીઓ કચેરી ચાલુ રાખવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા ઓન લાઇન લામગીરીથશે કે નહી તેની સ્પષ્ટતા નહી કરાઇ હોવાથી વાહન ચાલકો મુઝાયા હતા.

આજે સવારથી આરટીઓ કચેરીમાં કાચા , પાકા લાઇસન્સ બનાવવા તથા રદ થયેલા લાઇસન્સના બેકલોગ માટે લોકો લોકો ઉમટી પડયા હતા. આરટીઆ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે લાઇસન્સને લગતી ૫૬૦૦ અરજીઓ નિકાલ કરવામાં આવ્યો છે પરંતુ કાચા લાઇસન્સના કમ્ય્યુટર ટેસ્ટ માટે ૫૦૦ અરજદારો આવ્યા હતા જે પૈકી ૧૦૦ લોકો પાસ થયા હતા. આમ કુલ ૧૪૦૦ અરજીઓનો નિકાલ થયો હતો. બીજીતરફ અગાઉ ડ્રાઇવિંગ લાઇસન્સની મુદત પુરી થયા બાદ દંડ લઇને રિન્યુ કરવામાં આવતું હતું.

પરંતુ નવા નિયમ મુજબ લાઇસન્સની મુદત પુરી થવાના એક વર્ષ બાદ લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે. જેથી સિનિયર સિટીઝન સહિત લાખો લોકોના લાઇસન્સ કેૈન્સલ થઇ ગયા છે, જે નવેસરથી કાચા-પાકા લાઇસન્સ બનાવવા માટે વ્યકિત દીઠ ૧૩૫૦ ખર્ચ કરવો પડશે. અગાઉ રિન્યુ. કરવા માટે માત્ર રૃા. ૧૫૦ દંડ લેવામાં આવતો હતો. બીજીતરફ સિનિયર સિટીઝનને કાચા લાઇસન્સ માટે કમ્પ્યુટર ટેસ્ટ ફરજિયાત આપવો પડી રહ્યો છે જેમાં મોટા ભગાના નાપાસ થતા હોય છે.

READ ALSO

Related posts

આવું થયું તો કોઈ તબીબ મહિલાઓની ડિલીવરી નહીં કરાવે, અમદાવાદના તબીબ પર થયું ફાયરિંગ

Nilesh Jethva

કરતારપુર કોરિડોર પર 23મીએ કરાર કરશે ભારત, પાકિસ્તાન ફી વસૂલવાની જીદ પર અડ્યું

Mansi Patel

ખેરાલુમાં આ 178 ઉમેદવારોને એક કલાકનો અપાયો વધારાનો સમય, આ હતું મોટું કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!