GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

મોદી અને શાહે કોરોનામાં છૂટ મામલે કર્યું મહામંથન, રવિવારે મોદી કરી શકે છે આ મોટી જાહેરાતો

કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લોકડાઉન અમલમાં મૂકવું કે નહીં? શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની મીટિંગ થઈ તે દરમિયાન આ પ્રશ્ન ટોચ પર રહ્યો હતો. લોકડાઉનનો ચોથો તબક્કો 31 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. અમિત શાહે શુક્રવારે સવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીઓએ કરેલી રજૂઆતો સાંભળીને તેમણે વડાપ્રધાન સાથે રજૂ કરી આગળની વ્યૂહરચના બાબતે ચર્ચા કરી. ગૃહમંત્રી સાથે મીટિંગમાં ઘણા રાજ્યોએ લોકડાઉન આગળ ધપાવવા માટે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. જો કે, તેઓએ ઈકોનોમિક એક્ટિવટીને લઈને વધારે છૂટછાટ પણ માગ કરી રહ્યા છે. આજની બેઠકમાં 31 મે પછીની યોજનાની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. અત્યાર સુધી મુખ્યમંત્રીઓ સાથેની બેઠકની અધ્યક્ષતા ફક્ત વડાપ્રધાન કરતા હતા. લોકડાઉન અંગેના અભિપ્રાય જાણવા આ વખતે ગૃહમંત્રી અમિત શાહે પ્રથમ વખત મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે.

મુખ્યમંત્રીઓએ બીજા 15 દિવસ લંબાવવા કરી માગ

કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસની સ્થિતિ અત્યંત ખરાબ છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં વધુ કેસ છે. એવા ઘણા રાજ્યો છે કે જ્યાં હવે કેસ ઓછા છે પણ કોવિડ -19 ગ્રાફ વધી રહ્યો છે. આસામમાં છેલ્લા ચાર દિવસમાં કેસ અનેકગણા વધી ગયા છે. લોકડાઉનને સંપૂર્ણ રીતે ખોલીને પરિસ્થિતિ નિયંત્રણમાંથી બહાર ન થઈ જવી જોઈએ. એટલા માટે રાજ્યો કેટલીક છૂટછાટ સાથે લોકડાઉન ચાલુ રાખવા માગે છે. ગોવાના સીએમ પ્રમોદ સાવંતની માંગ છે કે લોકડાઉન ઓછામાં ઓછા બીજા 15 દિવસ માટે લંબાવવામાં આવે. જો કે, તેઓએ કેટલીક છૂટછાટોની પણ માંગણી કરી છે, જેમાં રેસ્ટોરન્ટ ખોલવા, સોશ્યલ ડિસ્ટન્સ સાથે જીમ ખોલવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

રાજ્યો દ્વારા લોકડાઉન એક્સટેન્શનની કરાઈ છે માગ

રાજ્ય સરકારોનું ધ્યાન હવે કન્ટેન્ટમેન્ટ ઝોન પર છે. છત્તીસગઢ સરકારે અઠવાડિયામાં છ દિવસ દુકાનો ખોલવાનો નિર્ણય કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં શોપિંગ મોલ્સ, મલ્ટીપ્લેક્સ, રેસ્ટોરાં, શાળાઓ, કોલેજો, જીમ સિવાય બાકીનું બધું ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ઘણી ધાર્મિક સંસ્થાઓએ રાજ્ય સરકારો પાસેથી તીર્થસ્થાનો ખોલવા માટેની મંજૂરી માગી છે પરંતુ આમાં વિલંબ થઈ શકે છે. ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી પણ લોકડાઉનને દૂર કરવાની તરફેણમાં છે. તેલંગાણાના મુખ્યમંત્રીએ કહ્યું છે કે તેઓ કેન્દ્રની ગાઈડલાઈનની રાહ જોશે. રાજસ્થાનમાં લોકડાઉનને કર્ફ્યુ અને નોન કર્ફ્યુ ઝોનમાં વહેંચી દીધો છે. નોન-કર્ફ્યુ ઝોનમાં લગભગ બધી જ મંજૂરી છે. ઓડિશામાં લોકડાઉન તે રીતે ચાલુ રહી શકે છે. આંધ્રપ્રદેશ, પંજાબ અને ગુજરાતે હજી સુધી લોકડાઉન 5ને લઈને કોઈ નિર્ણય લીધો નથી. ઘણા રાજ્યોએ 1 જુલાઈથી શાળાઓ ખોલવાનું મન બનાવી લીધું છે, જેના માટે કેન્દ્ર સરકારની મંજૂરી માંગવામાં આવી છે.

11 શહેરો પર વધારે ફોક્સ આપવામાં આવી શકે

જો લોકડાઉન સાથે આગળ વધવાનું નક્કી કરવામાં આવે તો ઘણી બધી છૂટછાટ આપી શકાય છે. સરકારનું ફોકસ – ધ્યાન એવા શહેરો પર રહેશે જ્યાં કોરોના સૌથી વધુ કેસ હાલમાં બહાર આવી રહ્યા છે. તેમાં દિલ્હી, મુંબઇ, બેંગલુરુ, પુણે, થાણે, ઇન્દોર, ચેન્નઈ, અમદાવાદ, સુરત, જયપુર અને કોલકાતાનો સમાવેશ થાય છે. આ શહેરો પર વિશેષ ધ્યાન આપવામાં આવી શકે છે. હાલ પૂરતી શાળાઓ અને કોલેજો બંધ રહેવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ ચાલુ રાખી શકાય છે. ધાર્મિક સ્થળો ખોલવા કે નહીં તે અંગેનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડી શકાય છે. કર્ણાટક સરકારે પહેલેથી જ 1 જૂનથી પીએમ મોદીને ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી માંગવા માટે પત્ર લખ્યો છે. સલૂન ખોલવામાં આવ્યા છે, હવે જીમ અને શોપિંગ મોલ્સ વગેરે ખોલવાનો નિર્ણય પણ રાજ્ય સરકારોના હાથમાં આપી શકાય છે.

મેટ્રો માટે DMRC એ કરી લીધી છે સંપૂર્ણ તૈયારી

દેશમાં રેલ તેમજ હવાઈ પરિવહન 25 માર્ચે લોકડાઉન સાથે બંધ કરાયું હતું. રેલવેએ કેટલાક રૂટો પર વિશેષ ટ્રેનો શરૂ કરી છે. આ ઉપરાંત 25 મેથી નિયમોના પાલન સાથે ઘરેલું ફ્લાઇટ્સ પણ શરૂ કરી દેવામાં આવી છે. આવા કિસ્સામાં સ્થાનિક સ્તરે આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે મેટ્રો રેલ સેવાઓ પણ શરૂ કરી શકાય છે. જો કે, આ માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ ફરજિયાત રહેશે. દિલ્હી મેટ્રો રેલ નિગમ (DMRC) એ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. DMRC એ મુસાફરોને જાગૃત કરવા માટે અનેક વીડિયો તૈયાર કર્યા છે. સ્ટેશનો ઉપર માર્કિંગ કરવામાં આવ્યું છે. એક બેઠક મેટ્રોની અંદર છોડી દેવી પડશે. આવું કરવામાં નિષ્ફળ જનારને દંડ થઈ શકે છે. તમામ તૈયારીઓ જોઇને લાગે છે કે મેટ્રો 1 જૂનથી શરૂ થશે. કેમ કે તે માત્ર કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોઇ રહી છે.

આ કારણોથી વધી શકે છે લોકડાઉન

લોકડાઉન હોવા છતાં, દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. શુક્રવાર સવાર સુધીના આંકડા મુજબ, દેશમાં 1.65 લાખથી વધુ પુષ્ટિ થયેલા કેસો પ્રકાશમાં આવ્યા છે. દેશમાં 4,706 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં લગભગ 90 હજાર જેટલા સક્રિય કેસ છે. છેલ્લા એક અઠવાડિયામાં કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે. આ માટે પરપ્રાંતિય મજૂરોની હલચલને જવાબદાર માનવામાં આવી રહી છે. લોકડાઉન 4માં ચોક્કસ રૂટ ઉપર ટ્રેન અને સ્થાનિક ફ્લાઇટ્સ પણ શરૂ કરવામાં આવી છે. આ પછી કેસોની સંખ્યામાં વધારો થયો છે.

Read Also

Related posts

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

સચિન પાયલોટનું સમર્થન કરવુ ભારે પડ્યું, કોંગ્રેસે આ નેતાને પાર્ટીમાં હટાવી દીધા

Pravin Makwana

કોરોનાના કોઈ લક્ષણો ન દેખાવા છતાં એક મહિલાએ 71 લોકોને બનાવ્યા કોરોના પોઝીટીવ, રાખજો સાવધાની

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!