GSTV
Home » News » Google CEO સુંદર પિચાઈની ભવિષ્યવાણી, આ બંને ટીમો વચ્ચે રમાશે વર્લ્ડકપ ફાઈનલ

Google CEO સુંદર પિચાઈની ભવિષ્યવાણી, આ બંને ટીમો વચ્ચે રમાશે વર્લ્ડકપ ફાઈનલ

ગૂગલનાં ભારતીય મૂળનાં સીઈઓ સુંદર પિચાઈએ ભવિષ્યવાણી કરી છેકે, ICC વિશ્વ કપ 2019ની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાશે. તેઓ ઈચ્છે છેકે, વિરાટ કોહલીની આગેવાની હેઠળ ભારતની ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વિજેતા બને.

પોતાને ઝનૂની ક્રિકેટ પ્રશંસક કહેતા 46 વર્ષીય પિચાઈએ કહ્યુ હતુકે, તેઓ જ્યારે અમેરિકા આવ્યા ત્યારે તેમને બૅસબોલની રમત થોડી પડકારરૂપ લાગી હતી. પિચાઈએ USIBCની ઈન્ડિયા આઈડિયાઝ સમિટમાં કહ્યુ હતુકે, ICC વિશ્વકપ ફાઈનલ ઈંગ્લેન્ડ અને ભારતની વચ્ચે રમાવી જોઈએ. પરંતુ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમો પણ મજબૂત છે.

તેઓ USIBCની અધ્યક્ષ નિશા દેસાઈનાં સવાલનો જવાબ આપતા કહ્યુ હતુ. અને બૅસ બોલ વિશેનાં તેમના અનુભવ વિશે વાત કરતાં પિચાઈએ કહ્યુ હતુકે, જ્યારે હું પહેલીવાર અમેરિકા આવ્યો ત્યારે મે બૅસબોલ ઉપર હાથ અજમાવ્યો હતો.

જે મને પડકારરૂપ લાગ્યુ હતુ. મારી પહેલી મેચમાં મને ખુશી હતીકે, મે બોલને પાછળ હિટ કર્યો હતો. ક્રિકેટમાં તે હકીકતમાં સારો શૉટ હોય છે પણ લોકોએ તેના વખાણ કર્યા ન હતા. ક્રિકેટમાં જ્યારે રન કરવા માટે દોડીએ તો બેટને સાથે રાખીને દોડીએ છીએ.

તો બૅસબોલમાં પણ હું બૅટની સાથે જ દોડ્યો હતો. એટલે જ આખરે મને અહેસાસ થયો કે, બેસબોલ થોડી પડકારરૂપ છે. મે ઘણી બધી રમતોમાં હાથ અજમાવ્યા છે પણ ક્રિકેટ માટે મારો પ્રેમ યથાવત રહેશે. ક્રિકેટ વર્લ્ડકપ ચાલી રહ્યો છે. ત્યારે ભારત પાસે સારા પ્રદર્શન કરી રહ્યો છુ.

READ ALSO

Related posts

ભાજપ 300 પ્લસ સીટ જીતતા આ વ્યક્તિ અમરેલીથી દિલ્હી સાયકલ પર સફર કરી પીએમ મોદીને મળશે

Nilesh Jethva

પંચમહાલમાં 15માં કૃષિ મહોત્સવનો પ્રારંભ, સીએમ રૂપાણીએ ખેડૂતોની આવકને લઈને કર્યો આ ખૂલાશો

Nilesh Jethva

ઠાકોર સેનાના થયા બે ભાગ, રામજી ઠાકોર પાસેથી પ્રમુખ પદ આંચકી લેવાતા સમાજમાં રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!