Sun Pharmaceuticalsએ સામાન્યથી મધ્યમ Covid-19 લક્ષણવાળા દર્દીઓ માટે સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી જેનેરિક દવા Favipiravirને ભારતમાં બ્રાંડનેમ FluGuradથી લોન્ચ કરી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે FluGuardની એક ટેબ્લેટની કિંમત ફક્ત 35 રૂપિયા હશે. આ ટેબ્લેટ આ અઠવાડિયાથી ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે.

Favipiravirને મૂળ રૂપથી જાપાનની કંપની ફુજી હોલ્ડિંગ્સ કોર્પ લિમિટેડ દ્વારા એવિગન બ્રાન્ડ હેઠળ ઈન્ફલ્યુએન્ઝાની સારવાર માટે વિકસાવવામાં આવી હતી. રશિયાએ કહ્યું કે તેણે આ દવામાં કેટલાક ફેરફાર કર્યા છે. તે તેની બધી વિગતો બે અઠવાડિયામાં જાહેર કરશે, જે દરમિયાન આ દવામાં શું નવું હશે તે કહેવામાં આવશે. ફેવિપિરવીર એકમાત્ર ઓરલ એન્ટિ-વાયરલ ટ્રીટમેંટ છે, જે ભારતમાં હળવા થી મધ્યમ Covid-19 દર્દીઓની સારવાર માટે માન્ય છે.

ફાર્માસ્યુટિકલ કંપની હેટેરોએ ગયા અઠવાડિયે એન્ટિવાયરલ દવા Favipiravir ભારતમાં ‘ફેવિવીર’ નામથી લોન્ચ કરી હતી. તેની એક ટેબ્લેટની કિંમત 59 રૂપિયા રાખવામાં આવી છે. Cipla પણ ટૂંક સમયમાં આ દવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. Favipiravir ને ક્લિનિકલ ટ્રાયલ્સમાં સારા પરિણામો મળ્યાં છે અને તે ચેપના હળવા અને મધ્યમ સ્તરના ચેપની સારવારમાં અસરકારક હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સિપ્લાને આ દવા શરૂ કરવાની પરવાનગી મળી છે અને તેની એક ટેબ્લેટની કિંમત 68 રૂપિયા છે. આ ટેબ્લેટ ઓગસ્ટના પહેલા કે બીજા અઠવાડિયામાં લોન્ચ થવાનો અંદાજ છે. Council of Scientific and Industrial Reaserch તેને ઓછા ખર્ચે તૈયાર કર્યો છે.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….