GSTV
Surat ગુજરાત

સુમુલ ડેરી હત્યા કેસ / ટેન્કર ચાલકના પરિવારજનોની માંગણી સ્વીકારાતા ધરણાંનો અંત, સંચાલકોએ લીધો રાહતનો શ્વાસ

સુરતની સુમુલ ડેરીમાં ટેન્કર ચાલકની હત્યા બાદ પરિવારે શરૂ કરેલા ધરણા સમેટાયા છે. પરિવારજનોની માંગણી સ્વીકારવામાં આવતા ધરણાનો અંત આવ્યો હતો. સુમુલ ડેરી તરફથી રૂપિયા 12 લાખની આર્થિક સહાય અને પરિવારના ત્રણ સભ્યોને સુમુલમાં નોકરી આપવાની વાત સ્વીકારવામાં આવી હતી. જો કે પરિવારજનોએ રૂપિયા પચાસ લાખની માંગણી કરી હતી.

પોલીસ દ્વારા કરવામાં આવેલા બળપ્રયોગ બાદ સુમુલ ડેરી પરિસરમાં ભારે નાસભાગ અને અફરા-તફરી સર્જાઇ હતી. મૃતકના પરિવારની મહિલાઓ અને મહિલા પોલીસ કર્મચારીઓ વચ્ચે પણ ધક્કામુક્કી અને ઘર્ષણની સ્થિતિ સર્જાઇ હતી. પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.

સુમુલ ડેરીની અંદર એક ટેન્કર ચાલકે અન્ય ટેન્કર ચાલકની ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દિધો હતો. ત્યારબાદ પરિવારજનોએ ડેરીમાં જઇને હંગામો મચાવ્યો હતો. જો કે પોલીસે ઘટનાસ્થળે જઇને લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી. સુનિલ ગુપ્તા નામના ડ્રાઈવરની રવિ શુકલા નામના ડ્રાઈવરે હત્યા કરી હતી. ટેન્કરના ડ્રાઈવરને પાર્કિંગ મુદ્દે તકરાર થયા બાદ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જો કે મહિધરપુરા પોલીસે આરોપી રસિ શુકલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Read Also

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV